રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સિદ્ધપુર તાલુકા દ્વારા આયોજિત વિજયાદશમી ઉત્સવમાં માન. કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે ઉપસ્થિત રહી શસ્ત્ર પૂજનનું પાવન કાર્ય કર્યુ.
આ વર્ષે સંઘની ૧૦૦ વર્ષની સેવા યાત્રા ઉજવાઈ રહી છે એક શતાબ્દી પૂર્ણ થઈ રહી છે રાષ્ટ્રના નિર્માણ, સંસ્કારના સંવર્ધન અને સમાજસેવા માટે અવિરત પ્રયત્નોની. વિજયાદશમી, રાષ્ટ્રધર્મ, શૌર્ય અને સંસ્કારનું પ્રતિક છે તે પ્રસંગે સંઘના આદર્શોને નિમિત્ત બનાવી ભવિષ્યના શ્રેષ્ઠ ભારત માટે સમર્પિત થવાનો સંકલ્પ ફરીથી લીધો.


