AHMEDABAD : ઇસનપુરમાં સાસરીના ત્રાસથી કંટાળી મહિલાનો વિડિયો રેકોર્ડ કરી આપઘાત

0
52
meetarticle

ઇસનપુરમાં રહેતી મહિલાએ સાસરીના અસહ્ય ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી હતી. મહિલાના લગ્ન છ પહેલા  થયા ત્યારે દહેજમાં ઘર વખરી અને દાગીના પણ આપ્યા હતા તેમ છતાં સાસરીયા દ્વારા સોનાની ચેઇન લાવવાની દબાણ કરવામાં આવતું હતું. બીજી તરફ તબિયત સારી ના હોવાથી ઘરનું કામ કરી શકતી ન હતી તો માટો બાપની દિકરી કહીને મહેણાં મારીને મારઝૂડ કરીને માનસિક તેમજ શારિરીક ત્રાસ આપતા હોવાથી આખરે કંટાળીને મહિલાએ ૧૦ દિવસ પહેલા આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે ઇસનપુર પોલીસે પતિ સહિત ત્રણ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સારવાર માટે પિયર ગઇ તો મહિના પહેલા સારવાર કરાવવાનું કહી પતિ તેડી આવ્યા કામ ના કરી શકતા ઃ મોટા બાપની દિકરી કહીને માનસિક શારિરીક ત્રાસ આપતા

ઉત્તર પ્રદેશના યુવકે ઇસનપુરમાં રહેતા જમાઇ સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે તેમની 21 વર્ષની દિકરીના લગ્ન સમાજના રિતી રિવાજ મુજબ તા.૨૬-૦૩-૨૫ના રોજ થયા હતા, લગ્નના એક મહિના સુધી સારી રીતે રાખતા હતા ત્યારબાદ નારોલમાં રહેતા જો કે તેમની દિકરીની તબિયત સારી રહેતી ન હોવાથી ઇસનપુરમાં રહેવા આવ્યા હતા ત્યાં પણ તબિયત સારી રહેતી ન હોવાથી ઘરનું કામકાજ કરી શકતી ન હતી જેથી સાસરીયા દ્વારા તું મોટા બાપની ઓલાદ છે તેમ છતાં દહેજમાં કંઇ લાવી નથી કહીને મહેણાં મારતા હતા.

ફરિયાદી પિતા સારવાર કરવા માટે દિકરીને ઓગષ્ટ માસમાં પિયરમાં લઇ ગયા હતા. તા. ૦૨-૦૯-૨૫ના રોજ પતિ સારવાર કરાવવાનું કહીને અમદાવાદ લઇને આવ્યા હતા, જો કે તબિયત સારી ના હોવાથી ઘરનું કામ કરી શકતી ન હતી તો માટો બાપની દિકરી કહીને મહેણાં મારીને મારઝૂડ કરીને માનસિક તેમજ શારિરીક ત્રાસ આપતા હોવાથી આખરે કંટાળીને મહિલાએ તા.૨૬-૦૯-૨૫ના રોજ આપઘાત કર્યો હતો. આ ઘટના અંગે ઇસનપુર પોલીસે પતિ સહિત ત્રણ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here