જેતપુરના બાપુની વાડીમાં અભીષેક સ્કુલ પાસે રહેતા વસંતભાઈ ગોંડલીયાના ધરમાં જુદા-જુદા સમયે કુલ રૂ.૮.૨૦.૨૫૦ની કિંમતના સોના ચાંદીના દાગીના ચોરી થયાની વસંતભાઈએ પોતાના પુત્ર-પુત્રી અને પ્રેમી કેતન ભાવડીયા સામે સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

જે બનાવની ગંભીરતા ધ્યાને રાખી આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સુચના આપેલ હોય. જે અંગે પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી.પરમારના સીધા માર્ગદર્શન હેઠળ જેતપુર સીટી પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ઉપરોક્ત ગુનાના આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હતા. તે દરમીયાન સર્વેલન્સ ટીમની હકિકત આધારે આરોપીઓને જેતપુર અમરનગર રોડ ઉપર આવેલ ક્રિષ્ના ડીલક્સ પાન નામની દુકાનેથી ચોરી કરેલ સોના-ચાંદીના દાગીના મુદામાલ કિ.રૂ.૩,૧૭,૦૦૦ સાથે પકડી પાડેલ હતા.
તેમજ ચોરી થયેલ મુદામાલ બાબતે આરોપી કેતન ઉર્ફે અજય ધીરૂભાઇ ભાવડીયા (રહે.જેતપુર)ની ઉક્તી પ્રયુક્તિથી પુછપરછ કરતા જણાવેલ કે, ચોરી કરેલ મુદામાલ જેતપુર, રાજકોટ તથા મુંબઇ ખાતે પોતાના મીત્ર અભય વિનુભાઇ ગોહેલ (રહે.રાજકોટ) સાથે જઇ સોનીને વેંચાણ કરેલ હોવાની હકિકત જાહેર કરેલ હતી. જેથી તુરત જ એક ટીમ બારોબાર રાજકોટ શહેર ખાતે મોકલી આપી આરોપી અભય વિનુભાઇ ગોહેલને તાત્કાલીક પકડી પાડેલ હતો.
આરોપી કેતન ઉર્ફે અજય ધીરૂભાઇ ભાવડીયા તથા અભય વિનુભાઇ ગોહેલને રીમાન્ડ રીપોર્ટ સાથે નામદાર કોર્ટ રજુ કરતા બંન્ને આરોપીઓના નામદાર કોર્ટે ત્રણ દિવસના પોલીસ કસ્ટડીના રીમાન્ડ મંજુર કરેલ. અને મહિલા આરોપી ઋત્વીબેનને નામદાર કોર્ટમાં રજુ કરતા નામદાર કોર્ટ મહિલા આરોપીને ગોંડલ સબ જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.
તેમજ ચોરી થયેલ સોના-ચાંદીના દાગીના મુદામાલની રીકવરી કરવા માટે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને સાથે રાખી બાકી રહેલ મુદામાલ કબ્જે કરવા ચક્રો ગતીમાન કર્યા હતા.
ધરપકડ કરેલ આરોપીઓ પાસેથી, સોનાનો જાડો ચેઇન, સોનાનો પાતળો ચેઇન, ચાંદીના સાકળા, ચાંદીના નાના છોકરાનો પહેવાના કંદોરા, ચાંદીની લક્કી, ચાંદીના ચાર કરડા, ચાંદીના લોકટ, ચાંદીના સીક્કા, મળી કુલ કિંમત રૂા.૩,૧૭,૦૦૦ લાખનો મુદ્દામાલ કબજે લેવાયો હતો.
.
ચોરી કરવાનું કારણ શું ?.
આરોપી કેતન ઉર્ફે અજયએ પોતાને મકાન ખરીદી કરવા માટે આરોપી ઋત્વી ગોંડલીયાને લાલચ આપી, પ્રેમજાળમાં ફસાવી, ઋત્વીને પોતાના ધરમાંથી સોના-ચાંદીના દાગીના ચોરી કરવાનુ કહી, ધરેણા પોતાની પાસે રાખી નજીવી રકમ ઋત્વીને આપી, સોના-ચાંદીના દાગીના વેચીને આરોપીએ મકાનની ખરીદી કરવા માટે આ ચોરી કરાવેલ હતી.
REPOTER : સુરેશ ભાલીયા જેતપુર,

