CHOTAUDAIPUR : પાવીજેતપુર પાસે આવેલ ભારજ નદી ના પટમા ચોથી વખત સ્થાનિક યુવાનો દ્વારા જાતેજ જનતા ડાઇવર્ઝન બનાવાવમાં આવ્યું..

0
67
meetarticle

છોટાઉદેપુર જિલ્લા ના પાવી જેતપુર પાસે આવેલ ભારજ નદી મા બ્રિજ તુટી જવાથી સરકાર દ્વારા ચાર કરોડ રૂપિયા થી વધુ ના ખર્ચે ડાઇવર્ઝન બનાવામાં આવ્યું હતું જે પ્રથમ ચોમાસામા પહેલાજ વરસાદી પાણી ના વેહણ મા ધોવાઈ ગયું હતું ત્યાર બાદ ત્રણ વાર જનતા ડાઇવર્જન બનાવવામાં આવ્યું તે પણ ધોવાઈ ગયું હતું

ત્યાર બાદ ફરી ચોથી વાર સ્થાનિક યુવાઓ દ્વારા જનતા ડાઇવર્જન બનાવીને ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જનતા ડાઇવર્જન બનવાથી છોટાઉદેપુર જિલ્લા સહીત સમગ્ર ગુજરાત, મધ્ય પ્રદેશ,ના રાહદારીઓ ને ભારે મુશ્કેલીઓ માંથી છુટકારો મળ્યું હતો. આ જનતા ડાઇવર્જન બનવાથી અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ બોડેલી તેમજ વડોદરા ખાતે દવાખાનાના કામથી જતા લોકો તેમજ નોકરી ધંધા અર્થે રોજ અપડાઉન કરતા લોકો અને સ્થાનિક જનતાને 30 થી 35 કિલોમીટરના ધક્કામાંથી છુટકારો મળ્યો હતો. સ્થાનિક લોકોમાં એ વાતે જોર પકડ્યું છે કે જો સ્થાનિક યુવાઓ 24 થી 48 કલાકમાં જનતા ડ્રાઈવરજન બનાવી શકતા હોય તો તંત્ર દ્વારા ડાયવર્ઝન કેમ બનાવવામાં નથી આવી રહ્યું એ મુદ્દો હાલ ચર્ચાનો વિષય બન્યો છે.

રિપોર્ટર. ઈરફાન મકરાણી કદવાલ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here