Gujarat : નેત્રંગના જીનબજાર વિસ્તારમાં ચોરી: ગરબા રમવા ગયેલા પરિવારના મકાનને નિશાન બનાવી ₹૧.૨૬ લાખના દાગીના-રોકડની ચોરી, તસ્કરો ફરાર

0
81
meetarticle

નેત્રંગ તાલુકા મથકના જીનબજાર વિસ્તારના લીમડા ફળિયામાં નવરાત્રી દરમિયાન એક મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા છે.


મહાકાળી માતાના મંદિર નજીક રહેતા સુમનબેન વસાવા રાત્રે ૧૧ કલાકે ઘરને તાળું મારી ગરબા રમવા ગયા હતા. આ દરમિયાન અજાણ્યા ચોરોએ મકાનની અડાળી હટાવીને પ્રવેશ કર્યો હતો અને રૂમમાં મૂકેલી તિજોરી તોડીને હાથફેરો કર્યો હતો.
તસ્કરો સોનાના દાગીના (જુમ્મર, ચેઇન, વીંટી), ચાંદીના સાંકળા, મંગળસૂત્ર મળી કુલ ₹૧,૧૬,૩૦૦ના ઘરેણાં અને ₹૧૦,૦૦૦ રોકડા, એમ કુલ ₹૧,૨૬,૩૦૦ની મત્તાની ચોરી કરી નાસી છૂટ્યા હતા. સુમનબેને પરત આવીને ચોરી માલુમ પડતાં નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here