અમદાવાદમાં સગા બે ભાઈઓના ટૂંકા સમયમાં મુત્યુ થી પરિવારમાં ભારે દુઃખ અને શોક ની લાગણી ફેલાઇ છે જેમાં શનિવારે મોટાભાઈ ના હદય રોગના હુમલા થી થયેલ દુઃખદ નિધન ની ધાર્મિક વિધિ પણ સંપન્ન થઈ નથી ત્યાં નાનાભાઈ એ દેહ ત્યાગી દેતા પરિવારમાંથી બે ભાઈઓની અંતિમ વિદાય થી બ્રાહ્મણીયા પરિવારમાં દુઃખની લાગણી વ્યાપી છે

અમદાવાદ મિરઝાપુર આઝાદ ગલીમાં રહેતા કમલેશભાઈ કેશાજી બ્રાહ્મણીયા નું શનિવારે એકાએક હૃદય રોગના હુમલા થી મુત્યુ થયું હતું જેની ધાર્મિક વિધિ પણ સંપન્ન થઈ નથી ત્યાં મંગળવારે નાનાભાઈ હિતેશભાઈ કેશાજી બ્રાહ્મણીયા થોડા બીમારવસ હોવાથી નાની ઉંમરે તેમણે પણ દેહ ત્યાગી દીધો હતો જેમાં માત્ર ત્રણ દિવસના ટૂંકા સમય ગળાના એકજ પરિવાર માંથી બે સગા ભાઈ ની અંતિમ વિદાય થી પરિવાર ઉપર આભ તુટી પડ્યો હતો નાનાભાઈ સ્વ હિતેશભાઈ બ્રાહ્મણીયા ની મંગળવારે સવારે તેમના નિવાસ સ્થાને થી સ્મશાન યાત્રા નીકળતા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને શ્રધાંજલિ અર્પણ કરી હતી
પ્રતિનિધિ : દિયોદર

