WORLD : ગાઝામાં શાંતિ માટે હમાસ તૈયાર પણ મૂકી શરત, અમેરિકા પાસે માગી એક ગેરન્ટી

0
35
meetarticle

ઇઝરાયલ પર હમાસના ભીષણ હુમલાને બે વર્ષ પૂર્ણ થયા છે. 7 ઑક્ટોબર, 2023ના રોજ થયેલા આ આતંકવાદી હુમલા બાદ ઇઝરાયલ દ્વારા ગાઝા પર શરુ કરવામાં આવેલી વળતી કાર્યવાહી હજી પણ ચાલુ છે. આ બે વર્ષમાં લાખો લોકોના મોત, બેઘર થવું અને વ્યાપક વિનાશે મધ્ય-પૂર્વના પ્રદેશને હચમચાવી દીધો છે. હવે હમાસે મંગળવારે કહ્યું કે, અમે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની યોજના પર આધારિત ગાઝામાં યુદ્ધ સમાપ્ત કરવા માટે એક કરાર કરવા માટે તૈયાર છીએ. પરંતુ અમારી હજુ પણ કેટલીક માગ છે અને અમે ગેરન્ટી પણ માગીએ છીએ. આ વચ્ચે કતારના વડાપ્રધાન અને એક વરિષ્ઠ યુએસ મધ્યસ્થી પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ અને ઇઝરાયલ વચ્ચે પરોક્ષ વાટાઘાટોમાં સામેલ થવા માટે ઈજિપ્ત જવા રવાના થઈ ગયા છે. ઇઝરાયલ પર હમાસના હુમલાની બીજી વર્ષગાંઠ પર ટ્રમ્પે ગાઝા કરાર તરફ પ્રગતિની આશા વ્યક્ત કરી. ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને ટ્રમ્પના જમાઈ અને તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન મધ્ય પૂર્વના પૂર્વ રાજદૂત રહેલા જેરેડ કુશનર સહિત એક અમેરિકન ટીમ વાટાઘાટો માટે રવાના થઈ છે.

અમેરિકન પ્રમુખે ઓવલ ઓફિસમાં પત્રકારોને કહ્યું કે, ‘મારું માનવું છે કે મધ્ય પૂર્વમાં ગાઝાથી ઉપર પણ શાંતિની શક્યતા છે.’ એક સૂત્રના જણાવ્યા પ્રમાણે વાટાઘાટો એ દિવસ માટે મુલતવી રાખવામાં આવી હતી અને માહોલ સોમવારની તુલનામાં સારો હતો. સૂત્રએ જણાવ્યું કે, વરિષ્ઠ મધ્યસ્થીઓની હાજરીને જોતાં બુધવારની વાટાઘાટો પ્રગતિ શક્ય છે કે નહીં તે નક્કી કરવામાં નિર્ણાયક સૂચક હશે.

ગાઝામાં શાંતિ માટે હમાસ તૈયાર પણ મૂકી શરત

એક અધિકારીએ જણાવ્યું કે, પ્રમુખ મધ્યસ્થીઓમાંથી એક કતારના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલ અઝીઝ બુધવારે ગાઝા યુદ્ધવિરામ યોજના અને બંધકોને મુક્ત કરવાના કરારને આગળ વધારવાના હેતુથી વાટાઘાટોમાં સામેલ થશે. ઇજિપ્તના શર્મ અલ-શેખ રિસોર્ટમાં વાતચીતના બીજા દિવસે હમાસના ટોચના નેતા ખલીલ અલ-હય્યાએ ઈજિપ્તની સરકારી ન્યૂઝ ટીવીને જણાવ્યું હતું કે, ‘જૂથ ગંભીર અને જવાબદાર વાતચીતમાં સામેલ થવા માટે આવ્યું છે.’ હય્યાએ કહ્યું કે ‘હમાસ ડીલ માટે તૈયાર છે. પરંતુ તે ઇચ્છે છે કે, તેને એ વાતની ગેરન્ટી મળે કે યુદ્ધ સમાપ્ત થશે અને તે ફરી શરુ નહીં થાય.’

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here