SURAT : દિવાળી, છઠ્ઠ પૂજા અને બિહાર ચૂંટણીને લઈને સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ, પ્લેટફોર્મ પર પગ મૂકવાની પણ જગ્યા નહીં

0
71
meetarticle

આગામી સમયમાં દિવાળીનો તહેવાર, છઠ્ઠ પૂજા અને બિહારની ચૂંટણીને લઈને સુરતના રેલ્વે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. ઉત્તર ભારતના રાજ્યો ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ પોતાના વતન જવા માટે નીકળેલા હજારો પ્રવાસીઓના ધસારાથી પ્લેટફોર્મ પર પગ મૂકવાની પણ જગ્યા ન હોય એવી સ્થિતિ સર્જાઈ છે.સુરત શહેર હીરા નગરી અને ટેક્સટાઈલ નગરી તરીકે જાણીતું શહેર છે, જ્યાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય લોકો કામ અર્થે વસવાટ કરે છે.


આ પરપ્રાંતીયો વાર-તહેવાર દરમ્યાન પોતાના માદરે વતન જતા હોય છે. આગામી સમયમાં દિવાળીનો તહેવાર, છઠ પૂજા અને બિહારની ચૂંટણી આવી રહી હોવાથી મોટી સંખ્યામાં પરપ્રાંતીયોએ વતનની વાટ પકડી છે.સુરત રેલવે સ્ટેશન પર ઉત્તર ભારત તરફ જનારા લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. જેના પરિણામે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર હૈયે-હૈયુ દળાય એટલી ભીડ જોવા મળી રહી છે.


REPORTER : સુનિલ ગાંજાવાલા ,સુરત

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here