ENTERTAINMENT : ‘જન્નત ત્યાં છે તો દુબઈમાં જ રહો’, સલમાન બાદ શાહરૂખ ખાન પર ડાયરેક્ટરના આકરા પ્રહાર

0
99
meetarticle

Jannat Vivad: બોલિવૂડના જાણીતા દિગ્દર્શક અનુરાગ કશ્યપના ભાઈ અને પોતે પણ દિગ્દર્શક એવા અભિનવ કશ્યપે સલમાન ખાન પર ગંભીર આક્ષેપો કર્યા પછી હવે બોલિવૂડના ‘કિંગ ખાન’ શાહરૂખ ખાન (SRK) પર નિશાન સાધ્યું છે. અભિનવ કશ્યપે શાહરૂખને સીધી સલાહ આપતાં કહ્યું છે કે તેમણે ભારત છોડીને દુબઈ ચાલ્યા જવું જોઈએ, કારણ કે ત્યાંના તેમના ઘરનું નામ ‘જન્નત’ (સ્વર્ગ) છે, જ્યારે મુંબઈ સ્થિત ઘરનું નામ ‘મન્નત’ (પ્રાર્થના/ઈચ્છા) છે.

અભિનવે એક ઇન્ટરવ્યૂમાં શાહરૂખ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, “આ બોલિવૂડ કમ્યુનિટી માત્ર લેવાનું જાણે છે, આપવાનું નહીં. તેઓ બસ લેતા રહે છે. શાહરૂખ ખાનના દુબઈવાળા ઘરને તેઓ ‘જન્નત’ કહે છે, જ્યારે અહીંના ઘરને ‘મન્નત’ કહે છે. આનો અર્થ શું છે? તમારી બધી મન્નતો તો અહીં જ (ભારતમાં) પૂરી થાય છે.”

અભિનવે આગળ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “જો તેમની ‘જન્નત’ ત્યાં (દુબઈમાં) છે, તો તેઓએ ત્યાં જ રહેવું જોઈએ. તેઓ ભારતમાં શું કરી રહ્યા છે?” અભિનવની આ ટિપ્પણીથી શાહરૂખ ખાનના ચાહકોમાં નારાજગી જોવા મળી છે.

તેમણે શાહરૂખના ડાયલોગ પર પણ પ્રહાર કરતા કહ્યું કે, “શાહરૂખ ફિલ્મોમાં એવી દમદાર લાઈન્સ બોલે છે, ‘બેટે કો હાથ લગાને સે પહેલા બાપ સે બાત કર.’ આપણે આ લોકોને શું કહેવું? તેમણે સામાન્ય માણસની પહોંચની બહાર પોતાના આલિશાન મહેલો બનાવી દીધા છે. મને શું ફરક પડે છે કે તેમની કુલ સંપત્તિ કેટલી છે? શું તમે મને ભોજન પૂરું પાડો છો? શાહરૂખ ભલે બોલવામાં માહેર હોય, પણ તેમની નિયત પણ ગડબડ જ છે.”

નોંધનીય છે કે આ પહેલા અભિનવ કશ્યપે સલમાન ખાન અને તેમના પરિવારની આકરી ટીકા કરી હતી અને તેમને ‘ગુનેગાર’ ગણાવ્યા હતા, જે હાલમાં જામીન પર બહાર છે. તેમણે કહ્યું હતું કે સલમાનને છેલ્લા 25 વર્ષથી અભિનયમાં કોઈ રસ નથી, અને કામ પર આવવું એ તેમના માટે એક ‘એહસાન’ જેવું છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here