SPORTS : યશસ્વી બેવડી સદી ચૂક્યો પણ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, આ સિદ્ધી મેળવનાર દુનિયાનો પ્રથમ બેટર

0
52
meetarticle

દિલ્હીમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચના બીજા દિવસે યુવા ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલને કિસ્મતે સાથ ન આપ્યું અને તે 175 રનના વ્યક્તિગત સ્કોર પર રન આઉટ થઈ ગયો. જયસ્વાલ પાસે પોતાની કારકિર્દીની ત્રીજી બેવડી સદી ફટકારવાની સુવર્ણ તક હતી, પરંતુ કેપ્ટન શુભમન ગિલ સાથે રન લેવામાં કમ્યુનિકેશન ભૂલને કારણે તે પેવેલિયન ભેગો થયો હતો. 

સૌથી ઝડપી 7 ટેસ્ટ સદીનો વર્લ્ડ રેકોર્ડ

જોકે, તે બેવડી સદીથી ચૂકી ગયો હોવા છતાં, જયસ્વાલે એક મોટો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. 23 વર્ષની ઉંમર પહેલા ટેસ્ટ ક્રિકેટમાં ઓપનર તરીકે સૌથી ઝડપી 7 સદી ફટકારનાર બેટ્સમેન બનીને જયસ્વાલે દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ખેલાડી ગ્રીમ સ્મિથનો રેકોર્ડ તોડ્યો છે. જયસ્વાલે માત્ર 48મી ઇનિંગ્સમાં જ આ વિશેષ સિદ્ધિ હાંસલ કરી, જ્યારે ગ્રીમ સ્મિથને આ મુકામ માટે 50 ઇનિંગ્સની જરૂર પડી હતી.

બેટ્સમેન 7 સદી માટે રમેલી ઇનિંગ્સ (23 વર્ષની ઉંમર પહેલાં)

યશસ્વી જયસ્વાલ (ભારત) 48 ઇનિંગ્સ

ગ્રીમ સ્મિથ (દક્ષિણ આફ્રિકા) 50 ઇનિંગ્સ

રનઆઉટ કેવી રીતે થયો? 

ભારતની ઇનિંગ્સની 92મી ઓવરના બીજા બોલ પર જયસ્વાલ રનઆઉટ થયો. બોલર સીલ્સે ઑફ-સ્ટમ્પની સહેજ બહાર શોર્ટ ઓફ ફુલર ડિલિવરી ફેંકી, જેના પર જયસ્વાલે મિડ-ઑફ તરફ શોટ મારીને રન માટે દોડ લગાવી દીધી. જોકે, નોન-સ્ટ્રાઇકર એન્ડ પર ઊભેલા કેપ્ટન શુભમન ગિલે રન લેવામાં રસ ન દાખવ્યો અને પોતાની ક્રિઝમાંથી બહાર નીકળ્યો નહીં. જયસ્વાલ અડધી પિચ પર પહોંચી ગયો હતો, પરંતુ જ્યારે તેને સમજાયું કે ગિલ દોડ્યો નથી, ત્યારે તે પાછો ફર્યો. જોકે, તે સમયસર પોતાની ક્રિઝમાં પહોંચી શક્યો નહીં અને રન આઉટ થયો. આ ઘટના બાદ ગિલ ઘણો નિરાશ જોવા મળ્યો અને સંભવતઃ જયસ્વાલને કહી રહ્યો હતો કે રન લેવાની કોઈ જરૂર નહોતી. બંને વચ્ચે થોડીવાર વાત પણ થઈ, પરંતુ અંતે જયસ્વાલ નિરાશા સાથે પેવેલિયન તરફ પરત ફર્યો. જયસ્વાલે 258 બોલમાં 22 ચોગ્ગાની મદદથી 175 રનની મહત્ત્વની ઇનિંગ્સ રમી હતી. નોંધનીય છે કે યશસ્વી જયસ્વાલની ટેસ્ટ કારકિર્દીમાં આ બીજો રનઆઉટ છે. આ પહેલા 2024માં તે મેલબોર્ન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે 82 રન બનાવીને રનઆઉટ થયો હતો.

23 વર્ષની ઉંમરે ભારતીય ખેલાડીઓના સૌથી વધુ ટેસ્ટ સદી 

ખેલાડી 23 વર્ષની ઉંમરે ટેસ્ટ સદીઓ

સચિન તેંડુલકર 11 સદી

યશસ્વી જયસ્વાલ 7 સદી

રવિ શાસ્ત્રી 5 સદી

દિલીપ વેંગસરકર 5 સદી

યશસ્વી જયસ્વાલના સર્વોચ્ચ ટેસ્ટ સ્કોર

214* વિ. ઈંગ્લેન્ડ

209 વિ. ઈંગ્લેન્ડ

175 વિ. વેસ્ટ ઈન્ડિઝ

171 વિ. વેસ્ટ ઈન્ડિઝ

161 વિ. ઓસ્ટ્રેલિયા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here