કલોલ તાલુકાના મોટી ભોયણ ગામે જુગાર રમાઈ રહ્યો હતો ત્યારે પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો પોલીસે અત્રેથી જુગાર રમતા ૧૪ જુગારીઓને ઝભ્બે કરી દીધા હતા અને તેમની પાસેથી રોકડા રૃપિયા જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી છે.

આ બાબતે મળતી વિગતો અનુસાર કલોલ તાલુકાના મોટી ભોયણ ગામે જુગાર રમાઈ રહ્યો છે અને કેટલાક લોકો જુગારની મહેફિલ જમાવીને બેઠા છે તેવી માહિતી પોલીસને મળી હતી જેના આધારે પોલીસે દરોડો પાડયો હતો પોલીસે સ્થળ ઉપરથી જુગાર રમતા મુકેશજી કાળાજી ઠાકોર તથા કાળાજી ભીખાજી ઠાકોર અને રાકેશજી રાજુજી ઠાકોર તથા ભરતજી રમણજી ઠાકોર અને અશોકજી બળદેવજી ઠાકોર તથા નવઘણજી ભરતજી ઠાકોર અને રોહિતજી રાજુજી ઠાકોર તથા મંજેશ જી શકરાજી ઠાકોર તથા રાકેશજી કાનાજી ઠાકોર અને ભોલાજી લાલાજી ઠાકોર તથા સુનિલજી રઈજી ઠાકોર અને મેલાજી ડાજી ઠાકોર તથા રાજુજી ધનાજી ઠાકોર અને કમલેશભાઈ રમેશભાઈ માજીરાણા ને ઝબે કરી લેવામાં આવ્યા હતા પોલીસે તેમની પાસેથી રોકડા રૃપિયા ૩૮,૬૦૦ મળી આવતા જપ્ત કર્યા હતા અને તમામની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

