VADODARA : વાઘોડિયા રોડ પર એલસીબી ઝોન-3નો દરોડો : રૂ. 2.22 લાખનો મુદ્દામાલ જપ્ત

0
53
meetarticle

વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર આવેલી અમીદર્શન સોસાયટીના કોમન પ્લોટમાં એલસીબી ઝોન-3ની ટીમે દરોડો પાડી રૂ. 1.17 લાખના દારૂ-બિયરનો જથ્થો ભરેલી કાર સાથે એક શખ્સને ઝડપી પાડી કુલ રૂ. 2.22 લાખનો મુદ્દામાલ જપ્ત કરી દારૂનો જથ્થો આપનાર શખ્સને ફરાર જાહેર કર્યો હતો.

વડોદરા શહેર એલસીબી ઝોન 3 ટીમને ગઈકાલે મોડીરાત્રે બાતમી મળી હતી કે, અભિષેક ઉર્ફે અબ્બુ મુકેશભાઈ ધોબી (રહે- અમીદર્શન સોસાયટી, પરિવાર ચારરસ્તા, વાઘોડિયા રોડ) ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો કારમાં ભરી લાવી અમીદર્શન સોસાયટીના કોમન પ્લોટના પાર્કિંગમાં ઉભો રહ્યો છે. જેના આધારે પોલીસે દરોડો પાડી અભિષેકને દારૂ અને – બિયરનો જથ્થો ભરેલી કાર સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં આરોપીએ આ દારૂ – બિયરનો જથ્થો બાકરોલ ગામના જીગો ભાલીયા નામના વ્યક્તિ પાસેથી મેળવ્યો હોવાની કબુલાત કરી હતી. કપુરાઈ પોલીસે રૂ. 1,17,792ની કિંમતની દારૂ -બિયરના 696 નંગ, મોબાઈલ ફોન તથા કાર સહિત કુલ રૂ.2,22,792નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here