GUJARAT : પાલિતાણા આદપુરના યુવકને લોખંડનો પાઈપ ફટકારી ધમકી આપી

0
77
meetarticle

પાલિતાણામાં એકાદ માસ પૂર્વે ગણપતિ ઉત્સવના મંડળમાં નહી રાખવાની દાઝે યુવકને માર મારી ધમકી આપ્યાના બનાવ અંગે પાલિતાણા ગ્રામ્ય પોલીસ મથકમાં ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો છે.

પાલિતાણા તાલુકાના આદપુર ગામે રહેતા અને શેત્રુંજય પર્વત પર પુજારી તરીકે નોકરી કરતા જગદીશભાઈ ગોવિંદભાઈ સરવૈયાએ પાલિતાણા ગ્રામ્ય પોલીસ મથકમાં રોહિત પ્રવિણભાઈ સરવૈયા, કરણ પ્રવિણભાઈ સરવૈયા અને તુષાર પોપટભાઈ સરવૈયા (રહે.આદપુર) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં  આજથી એકાદ માસ પૂર્વે ગણપતિ ઉત્સવ વખતે તેમના ભત્રિજા નિકુંજભાઈ સરવૈયા સાથે મંડળમાં નહી રાખવા બાબતે મનદુઃખ અને બોલાચાલી થયેલી હોય જેની દાઝ રાખી રામજી મંદિર પાસે તેમને અપશબ્દો કહી લોખંડના પાઈપ વડે માર માર્યો ધમકી આપી હતી અને આ દરમિયાન તેમના માતા વચ્ચે આવી જતાં તેમને હાથમાં છરી વાગી ગઈ હતી. આ બનાવ અંગે પાલિતાણા ગ્રામ્ય પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here