મહીસાગર જીલ્લામાં આવેલા ગોધર તાલુકાના ગુવાલીયા ગામના વતની અને સેવાભાવી ઉત્સાહી યુવાન કોહયાભાઈ પાદરીયા ગામડી ગામે પ્રાથમિક શાળામા ફરજ બજાવતા હતા એક સરકારી નિતિ નિયમો અનુસાર બદલી બઢતી નિવૃત્તિ જેવી અનેક સમય અનુસાર પસાર થવું પડતું હોય છે.

જેને આજે કોહયાભાઈ પાદરીયાનો વય નિવૃત્તિ કાર્યક્રમ ગામડી ગામે પ્રાથમિક શાળાના પટાંગણમાં યોજવામાં આવ્યો આ પ્રસંગે કેબીનેટ મંત્રી કુબેરભાઈ ડીડોર તથા ધારાસભ્ય નિમિષાબેન સુથાર તથા ભારતીય જનતા પાર્ટીના વિવિધ કાર્યકરો હોદેદારો તથા સૌ ગામના ગ્રામજનો આગેવાનો સરપંચ સહીત નાના નાના ભૂલકાઓ વાલીઓ માતાઓ
કોહયાભાઈ પાદરીયાના વય નિવૃત્તિ સન્માન સમારોહ પ્રસંગે ઉપસ્થિત રહી વય નિવૃત્તિ પછીનું જીવન નિરોગી રહે તંદુરસ્ત રહે તેવી શુભકામનાઓ તેમજ તેમના આગળના ઉજ્વળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી
REPOTER : દિલીપભાઈ બારીઆ

