કોર્ટની વારંવાર ટકોર આદેશ બાદ પણ રખડતા ઢોરો પર અંકુશ મેળવી શકાયો નથી.મોટેરા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સીએનસીડીની ટીમ રખડતા પશું પકડવા માટે ગઇ હતી ત્યારે પોલીસ હોવા છતાં પણ મહિલા સહિત ચાર લોકો લાકડીઓ લઇ આવીને પશુઓ ભગાડી ગયા હતા. ચાંદખેડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કોર્ટના આદેશ બાદ પણ રોડ ઉપર પશું રખડી રહ્યા છે ઃ કોર્પોરેશનની ટીમ સાથે ઘર્ષણના વધતા બનાવો
પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ પરમારે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં મહિલા સહિત ચાર વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે તેઓ તા.૨૬-૦૯-૨૫ના રોજ કોર્પોરેશનની સીએનડી વિભાગની ટીમ સાથે ચાંદખેડા વિસ્તારમાં રખડતા પશું પકડવાની કામગીરી કરી રહ્યા હતા ત્યારે મોટેરા વિસ્તારમાં નરનારાયણ પેટ્રોલ પંપ નજીકથી ગાયો સહિત ૯ રખડતા પશુ મળી આવ્યા હતા. પશુઓને પકડીને ટ્રેક્ટરમાં પૂરવાની કામગીરી વખતે પશુઓ પાછળ આવેલી જેમાંથી ચાર ગયો જતી રહી હતી બીજા પશુઓ ખુલ્લી જગ્યામાં જતા રહ્યા હતા. આ સમયે ત્યાં માલધારીઓ હાજર હતા આ લોકોએ બૂમો પાડીને પશુઓને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. જેથી વધુ ટીમો અને નજીકમાંથી પસાર થતી ચાંદખેડા પોલીસ સ્ટેશનની ગાડીને પણ બોલાવી લેવામાં આવી હતી. બાદમાં પશુઓને ટ્રેક્ટર ટ્રોલીમાં પુરવા જતી વખતે માલધારીઓ લાકડીઓ સાથે આવ્યા હતા અને પશુઓને લાકડીઓ મારીને ભગાડી દીધા હતા. આ ઘટના બોડી વોર્ન કેેમેરામાં કેદ થઇ થતાં ચાંદખેડા પોલીસને અરજીની તપાસ બાદ ૧૫ દિવસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

