પેટલાદ વિધાનસભામાં સમાવેશ થયેલા બોરસદ તાલુકાના નાપા ગામના ટોલ પાસે આવેલા નાપા તળાવમાં હાલ કુંભવેલ છવાઈ જતો ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. વિવિધ વિસ્તારમાં સફાઈની અનિયમિતતાને કારણે કચરાના ઢગલાં પણ ખડકાયેલા છે.

નાપા ગામના ટોલ પાસે રોજ હજારો વ્યક્તિઓની અવરજવર હોય છે. જેમાં મહિલાઓ તથા સ્કૂલમાં જતી યુવતીઓ પણ હોય છે. છતાં નાપા ટોલ પાસે વિશાળ જગ્યા હોવા છતાં પણ સૌચાલયનો અભાવ હોવાથી પ્રજાજનોને અનેક મુશ્કેલીઓ પડી રહી છે.
નાપા ટોલ પાસે આવેલા વિશાળ તળાવમાં સફાઈના અભાવે આખું તળાવ જંગલી વનસ્પતિથી ઘેરાઈ ગયું છે. મચ્છરો અને દુર્ગંધના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે. નાપા ટોલ પાસે આવેલી પ્રાથમિક શાળાની બહાર ગંદકીના ઢગલા, ગંદુ પાણી લીકેજ થતા રોડ ઉપર પણ પાણી રેલાય છે. ભારે વરસાદમાં નાપા તળાવ પાસે નાળાને તૂટી ગયાને દોઢ વર્ષ થવા છતાં હજૂ તંત્રએ રિપેરિંગ કરવાની તસ્દી લીધી નથી. પરિણામે વાહન ચાલકો ભારે અગવડ ભોગવી રહ્યા છે.

