RAJPIPALA : ભારતના ૫૬૨ રજવાડાઓના ઇતિહાસને પ્રદર્શિત કરતું મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ્સ ઓફ ઈન્ડિયાનું લીમડી ગામ પાસે નિર્માણ થશે

0
40
meetarticle

મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ્સ ઓફ ઈન્ડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક લીમડી ગામ પાસે આકાર લેશે. જેનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 30 મીએ ખાતમુહૂર્ત કરશે

આમ્યુઝિયમમાં ભારતના ૫૬૨ રજવાડાઓનો ઇતિહાસ પ્રદર્શિત કરાશે. જેમાં કલાકૃતિઓ, દસ્તાવેજો અને શસ્ત્રોનો
સમાવેશ થાય છે. લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલને ભારતને એકીકરણ કરવામાં મદદ કરનાર ૫૬૨રજવાડાઓના વારસાનું સન્માન કરવાનો મુખ્ય હેતુ છે. આ મ્યુઝિયમમાં રાજવી પરિવારો સાથે સંબંધિત વસ્તુઓનો
સંગ્રહ દર્શાવવામાં આવશે ખાસ કરીને સરદાર પટેલની હાજરીમાં હસ્તાક્ષર કરાયેલા દસ્તાવેજો પણ હશે. આમ્યુઝિયમ મુલાકાતીઓના અનુભવને વધારવા માટે 3D મેપિંગ, હોલોગ્રાફી અને ઑડિઓ-વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન
જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવનાર છે. ઉલ્લેખનિય છે કે આ મ્યુઝિયમનું ભૂમિ પૂજન ગત ૩૧ઓક્ટોબરે કરવામાં આવનાર હતું પરંતુ ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ થતા હવે તા. ૩૧ ઓક્ટોબર ૨૦૨૫ના દિવસે થશે.

Repoter :દીપક જગતાપ, રાજપીપલા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here