કદવાલ તાલુકામાં કદવાલ ગામે વિજયા નગરી સોસાયટી ગ્રાઉન્ડ કદવાલ ખાતે કૃષિ મેળાનું આયોજન માજી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રમણભાઈ બારીયા ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યો હતો કદવાલ તાલુકામાં વિજયા નગરી સોસાયટી ગ્રાઉન્ડ કદવાલ ખાતે રવિ કૃષિ મહોત્સવ 2025 નો પ્રારંભ થયો હતો જિલ્લા અને તાલુકા કક્ષાએ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું

કાર્યક્રમની શરૂઆત માજી જિલ્લા ઉપપ્રમુખ તેમજ માજી ધારાસભ્ય વેચાતભાઈ બારીયા તેમજ પધારેલા અધિકારીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને રવિ કૃષિ મહોત્સવ મેળા શરૂઆત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે વિવિધ મહાનુભવોનું ફુલગુછ થી સન્માન કરવામાં આવ્યું હતું આ મહોત્સવ 24 વર્ષ ના જનવિશ્વાસ,સેવા અને સમર્પણની ઉજવણી નો એક ભાગ તરીકે મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો મહોત્સવમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા પાક પરીસંવાદ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા પ્રગતિશીલ ખેડૂતો સાથે સંવાદ વક્તવ્ય અને ગોસ્ટી નું પણ આયોજન થયું હતું ખેડૂતોને અધતન ટેકનોલોજી વાફેક કરવા માટે કૃષિ પ્રદર્શન પણ યોજાયું હતું કૃષિ વિજ્ઞાનિકો અને નિષ્ણાતો દ્વારા રવિ પાકો અને પ્રાકૃતિક ખેતી અને બાગાયતી પાકોમાં નવીનતમ ટેકનોલોજી અંગે માર્ગદર્શન આપાયું હતું આ કાર્યક્રમમાં અધ્યક્ષ માજી જિલ્લા ઉપપ્રમુખ રમણભાઈ બારીયા,માજી ધારાસભ્ય વેચાતભાઇબારીયા, નાયબ ડી. ડી ઓ શ્રી સંગાડા મેડમ છોટાઉદેપુર કદવાલ,તાલુકા વિકાસ અધિકારી પટેલ સાહેબ,તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી ઉર્મિલાબેન રમેશભાઈ રાઠવા, તાલુકા સભ્ય શ્રીમતી મનીષાબેન ધરમસિંહ રાઠવા, કદવાલ ના સરપંચ શ્રીમતી રુજલીબેન જામસીંગભાઇ રાઠવા, મહામંત્રી પ્રવીણભાઈ તેમજ કદવાલ વેપારી મંડળના પ્રમુખ ઠાકોર ઇન્દ્રજીતસિંહ સહિતના અધિકારીઓ કર્મચારીઓ અને ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર.. ઈરફાન મકરાણી કદવાલ

