BOLLYWOOD : કલ્કિ 2898 એડી ટુ માટે આલિયાને લેવાના પ્રયાસો શરૂ

0
37
meetarticle

નાગ અશ્વિનના ડાયરેકશનમાં બની રહેલી કલ્કિ ૨૮૯૮ એડી ટુમાંથી દીપિકા પદુકોણને દૂર કરવામાં આવી હતી. ત્યારથી આ ફિલ્મ માટે નવી અભિનેત્રીની શોધ ચાલુ હતી. તેવામાં હવે આ ફિલ્મને લઇને અપડેટ છે કે, હવે આ મુખ્ય રોલ માટેઆલિયા ભટ્ટને લેવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. જોકે અભિનેત્રી પાસે ઘણી ફિલ્મો હોવાથી તે બેક ટુ બેક શૂટિંગમાં વ્યસ્ત હોવાની શક્યતા પૂરી છે. તેથી તે કલ્કિ એડી ૨૮૯૮ ટુ માટે તારીખો ફાળવી શકશે કે નહીં તે અંગે પ્રશ્રાર્થ છે.

જોકે સત્તાવાર રીતે ફિલ્મની ટીમ તરફથી કોઇ જાણકારી આપવામાં આવી નથી. જો સમુસૂથરુ ંપાર પડશે તો આલિયા ભટ્ટ પ્રભાસ સાથે પ્રથમ વખત સ્ક્રીન શેર કરશે. જ્યારે અમિતાભ બચ્ચન સાથે બ્રહ્માસ્ત્ર પછીની બીજી ફિલ્મ હશે. તો નાગ અશ્વિન સાથે પ્રથમ વખત કામ કરશે.

એક રિપોર્ટના અનુસાર, ડાયરેકટર નાગ અશ્વિનકી ફિલ્મ કલ્કિ એડી ૨૮૯૮ના બીજા ભાગમાં દીપિકા પદુકોણવાળા રોલમાં ફિલ્મસર્જકે આલિયા ભટ્ટને કાસ્ચ કરવાનો ફેંસલો કર્યો છે. જોકે તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here