મહેસાણાના ફૂડ એન્ડ દ્રગ્સ વિભાગ દ્વારા ગિલોસણ ગામ નજીકથી શંકાસ્પદ ઘી નો જથ્થો ઝડપાયો હતો, બાતમીના આધારે ફૂડ વિભાગે કાર્યવાહી કરી છે અને 16812 લીટર શંકાસ્પદ ઘી નો જથ્થો સિઝ કરાયો છે, ફેકટરીમાં રહેલું ઘી ફૂડ વિભાગ દ્વારા પૃથક્કરણ માટે લેબમાં મોકલાયું છે, દિવાળી પહેલા આ શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાતા વેપારીઓમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો.

મહેસાણા પોલીસે પહેલા દરોડા પાડયા હતા
દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, તેની વચ્ચે શંકાસ્પદ ઘી નો જથ્થો ઝડપાયો છે, ગિલોસણ ગામે મે.શિવાન ફૂડ પ્રોડકટસ નામથી કંપની હતી અને તેમાં ઘી બનાવીને વેચવામાં આવી રહ્યું હતુ. એક પ્લોટ હતો અને તેના પર ફેકટરી બનાવીને ઘીનું પ્રોડકશન કરવામાં આવતું હતુ, પહેલા પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને ઘીનો જથ્થો ઝડપ્યો હતો અને ત્યારબાદ ફૂડ વિભાગને જાણ કરી હતી અને ફૂડ વિભાગ જાગ્યું હતુ. હાલમાં ફેકટરીને સીલ મારી દેવામાં આવ્યું છે.
કઈ રીતે ચેક કરી શકાય કે ઘી અસલી છે કે નકલી
ઘીની શુદ્ધતા ચકાસવા માટે તમે તેને તમારા હાથની હથેળીઓ પર મૂકીને પણ ચકાસી શકો છો. આ માટે થોડું ઘી લો અને તેને તમારી હથેળી પર રાખો અને થોડી સેકંડ રાહ જુઓ. ઓરિજનલ ઘી હથેળી પર ઓગળવા લાગશે, જ્યારે નકલી ઘી જેમનું તેમ જ રહેશે.ઘીનો રંગ જોઈને તમે નક્કી કરી શકો છો કે તે ઓરિજનલ છે કે નકલી. આ માટે એક વાસણમાં એક ચમચી ઘી નાખીને ગેસ પર ગરમ કરવા રાખો. જો ઘી ઓગળે ત્યારે તેનો રંગ થોડો બ્રાઉન દેખાવા લાગે તો સમજી લેવું કે તે ઓરિજનલ છે. નકલી ઘી ધીમે-ધીમે પીગળી જશે અને તેનો રંગ પીળો રહેશે.

