ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા માર્કેટ યાર્ડ ખાતે ભારતીય જનતા પાર્ટી કાંકરેજ વિધાનસભા અંતર્ગત આયોજિત પ્રબુદ્ધ સંમેલન જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા ની અધ્યક્ષ સ્થાને યોજાયું હતું જેમાં પ્રદેશ ઉપાઘ્યક્ષ નંદાજી ઠાકોર. બનાસ ડેરીના ચેરમેન ડાહ્યાભાઈ પીલીયાતર. કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ. થરા માર્કેટ યાર્ડ ના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ. બનાસ ડેરી ના ડિરેક્ટર બાબુભાઈ ચૌધરી.મહામંત્રી અમરસિંહ સોલંકી. થરા નગરપાલિકા ના પુર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા.સરપંચ કરશનભાઈ જોષી શિરવાડા.. કાંકરેજ તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન અમરતભાઈ દેસાઈ. કાંકરેજ તાલુકા જાગીરદાર રાજપૂત સમાજના પ્રમુખ કરણસિંહ વાઘેલા. કાંકરેજ તાલુકા યુવા જાગીરદાર રાજપૂત કેળવણી મંડળના પ્રમુખ રાજુભા વાઘેલા. થરા માર્કેટ યાર્ડ ના વાઇસ ચેરમેન કિરીટભાઈ ઠક્કર. કલાભાઈ પટેલ સામાજિક આગેવાન. સહિત કાંકરેજ તાલુકાના અને ઓગડ તાલુકાના સહકારી મંડળીઓના ચેરમેનો. માર્કેટ યાર્ડ ના ડિરેક્ટરો. પુર્વ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ના સદસ્યો.સરપંચો તેમજ કાંકરેજ તાલુકા ભાજપ ના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

જેમાં સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો અને જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર સાથે બનાસ ડેરીના ચેરમેન ડાહ્યાભાઈ પીલીયાતર એ ગૌ માતા ની પ્રતિમા આપી સન્માન કર્યું હતું ઓગડ તાલુકાના તાણા ગ્રામપંચાયત ના સરપંચ દશરથલાલ ઈશ્વરલાલ ઠક્કર એ ઓગડનાથ બાપુ ની છબી આપી ને સન્માનિત કર્યા હતા જેમાં થરા માર્કેટ યાર્ડ ના ચેરમેન ઈશ્વરભાઈ પટેલે ૨૦૨૫ વર્ષની જયુબિલી ઉજવણી કરવામાં આવી હતી એ અંગે જાણકારી આપી હતી અને ઉપસ્થિત મહેમાનો નું શાબ્દિક સ્વાગત કર્યું હતું જેમાં થરા માર્કેટ યાર્ડ નો ચોખ્ખો વહીવટ ત્રણ કરોડ પાંચ લાખ રૂપિયાની આવક થઈ હતી જેમાં બે કરોડ પંચ્યાસી લાખ રૂપિયા નું ભંડોળ જમા પડ્યું છે અને હવે આ ભંડોળ માંથી નવનિર્માણ દુકાનો બનાવવામાં આવશે જેમાં અંદાજે સીતેર લાખ રૂપિયા ખર્ચ થશે અને નવા બે શૌચાલય થરા નગરપાલિકા દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે અને શિહોરી માર્કેટ યાર્ડ ખાતે પણ નવીન શેડ બનાવવામાં આવશે અને બાબુભાઈ ચૌધરીએ આભાર દર્શન કર્યા હતા અને ઓગડ તાલુકાનો બનતાં બનાસ બેન્ક ના ચેરમેન ડાહ્યાભાઈ પીલીયાતરે આભાર વ્યક્ત કર્યો હતો ત્યારે પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોરે જણાવ્યું હતું કે દરેક વ્યક્તિ પોતે આપડી સ્વદેશી ચીજ વસ્તુઓ વાપરવી જોઈએ અને વીદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવો જોઈએ જેથી કરીને આપડે સૌ વિકસિત ભારત ને મજબૂત બનાવી શકીએ એવું આહવાન કર્યું હતું ત્યારે કાંકરેજ તાલુકાના પુર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકાર ના પુર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ વિકસિત ભારત અને ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૫ વર્ષ પૂર્ણ કર્યા છે અને વિશ્વમાં ભારતનું નામ વધાર્યું છે ત્યારે જી એસ ટી માં ઘટાડો કરી આત્મ નિર્ભર ભારત ને મજબૂત બનાવવા માટે અર્થતંત્ર પણ મજબૂત બની શકશે ત્યારે સરકારે કોરોના સમયમાં પણ કોરોનાની રસીની શોધ કરી ને કરોડો લોકોને નવ જીવન આપ્યા હતા અને વિદેશોની પણ કાળજી રાખી રસી મોકલી આપવામાં આવી હતી અને હાલની સ્થિતિમાં ખેડૂતોને કૃષિવિષયક ટેકાના ભાવે ખરીદી કરી ખેડૂતોને આત્મ નિર્ભર કર્યા છે ત્યારબાદ આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અશોક બારોટ સાહિત્યકારે કર્યું હતું અને સૌ કોઈ ભોજન પ્રસાદ લઈ છૂટ્ટા પડ્યા હતા
પ્રતિનિધિ : માનસિંહ ચૌહાણ ઓગડ

