SURENDRANAGAR : લીંબડીના રાણાગઢમાં ઘરે ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો

0
44
meetarticle

 સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ડિગ્રી નહીં હોવા છતાં ક્લિનિક ખોલી લોકોની સારવાર કરતા બોગસ ડોક્ટરનો રાફડો ફાટયો હોય તેમ લાગી રહ્યું છે. સુરેન્દ્રનગર એસઓજી પોલીસે લીંબડી તાલુકામાંથી એક બોગસ ડોક્ટરને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર એસઓજી પોલીસે લીંબડી તાલુકામાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે લીંબડીના રાણાગઢ ગામે કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં રેઇડ કરી હતી. જેમાં કોઈપણ જાતની તબીબી ડિગ્રી કે સટફિકેટ વગર ક્લિનિક ખોલી લોકોની તપાસ અને સારવાર કરી આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટર હિંમતભાઈ ભાવુભાઈ નાયક (ઉ.વ.૫૫, રહે. રાણાગઢ)ને ઝડપી પાડયો હતો.એસઓજી પોલીસ ટીમે નાની કઠેચી ગામના મેડિકલ ઓફિસર અને ટીમને પણ સાથે રાખી હતી. બોગસ ડોક્ટરના ક્લિનિકમાંથી રૃ.૧૬,૫૭૮ ની કિંમતની એલોપેથી દવાનો જથ્થો પણ કબજે કરવામાં આવ્યો હતો. જ્યારે ઝડપાયેલા બોગસ ડોક્ટર વિરૃદ્ધ પાણશીણા પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છેકે જીલ્લાના તમામ તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારમાં બોગસ ડોક્ટર ક્લિનિક ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા અન્ય તાલુકાઓમાં પણ સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવે તો અનેક બોગસ ડોક્ટર ઝડપાઈ આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here