અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) પંચમહાલના હાલોલમાં મોટરના સ્ક્રેપ વેન્ડરના ગોડાઉનમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ભીષણ આગના બનાવને લઈને ત્રણ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.

મળતી માહિતી મુજબ, હાલોલના ચંદ્રપુરા વિસ્તારમાં આવેલા એમ.જી. મોટર્સના સ્ક્રેપ વેન્ડરના ગોડાઉનમાં ભીષણ આગ લાગીની ઘટના બની છે. જેમાં કંપનીનું ગોડાઉન બંધ હોવાથી જેસીબીથી દીવાલ તોડીને ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
જાણવા મળ્યું હતું કે, ગોડાઉનમાં પ્લાસ્ટિક, લેધર અને લાકડાંનો જથ્થો હોવાથી આગ વધુ વિકરાળ બની હતી, ભીષણ આગની ઘટનામાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. બનાવને લઈને પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી.

