ARTICLE : વધુ ઓક્સિજન આપતાં વૃક્ષો

0
49
meetarticle

ઘરોમાં છોડ-વૃક્ષ લગાવવાનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ હોય છે. કહેવાય છે કે ઘરમાં વૃક્ષ લગાવવાથી હરિયાળી આવે છે અને ઘરમાં રહેનારા લોકો હંમેશા સ્વસ્થ રહે છે. વૈજ્ઞાનિક રીતે જોવા જઈએ તો છોડ-વૃક્ષથી આપણને ઓક્સિજન મળે છે, જેનાથી આપણું વાતાવરણ શુદ્ધ રહે છે. ધાર્મિક રીતે જોઈએ તો છોડ-વૃક્ષ ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરીને ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે પણ ઘરમાં બરકત લાવવા માટે અને આર્થિક તંગી દૂર કરવા માટે તમે કેટલાક છોડ લગાવી શકો છો. આ છોડ ઘરની શોભા પણ વધારશે અને આ છોડ ઘર માટે શુભ માનવામાં આવે છે.

1989 નાસામાં થયેલ “કલીન
એયર સ્ટડી” થી પ્રમાણિત થઇ
ગયું છે કે ઘરની હવાને શુદ્ધરાખવા માટે ઘરેલુ છોડ સર્વશ્રેષ્ઠ
છે. ઘરની અંદરની હવામાં ઘણી
માત્રામાં benzene,
trichloroethylene,
ammonia oral 24-2 Elbul
હાનિકારક રસાયણ મળે છે. પરંતુ
નાસાના વૈજ્ઞાનિકોનો દાવો છેઘરની આજુબાજુ વધતા જતાવાયુ પ્રદુષણના પ્રમાણને ઓછું
કરવા માટે આ ઘરેલુ છોડવાકિંમતી હથિયાર રૂપે કામ કરે
છે.અને આપણ ને જરૂરી શુદ્ધઓક્સીજન આપે છે

કેટલાક છોડવા એવા હોય છે કે
આપણા ઘરો, સાર્વજનિક સ્થળો
અને કાર્યાલયોની અંદર
હાનિકારક વાયુનો 85% ભાગશોષી લે છે.આ છોડવા ફક્ત
હાનિકારક વાયુઓના નિવારણમાટે જ નહિ, પરંતુ તમારા ઘરોને
સુંદર બનાવે છે. સારા આરોગ્યઅને
શુદ્ધ હવા માટે પોતાના
ઘરોમાં આ 15 છોડવા જરૂરથીઉગાડવા જોઈએ.

આપણા દેશમાં ૨૫૦થી ૩૦૦ વર્ષ જૂના અડીખમ ઊભેલા લીમડા, આંબલી તેમજ ૩૫૦ વર્ષ પહેલા શિવાજી મહારાજના પુત્રએ ઉગાડેલ આંબાના ઝાડ આજે પણ લીલાછમ છે. બીજી તરફ દક્ષિણ એશિયામાં ૧૨૦૦થી ૧૩૦૦ વર્ષ જૂના સાગના વૃક્ષો આવેલા છે.
શ્રીલંકામાં ૨૩૦૦ વર્ષ જૂનો પીપળો અડીખમ ઊભો છે.ચક્રવર્તી સમ્રાટ અશોકે પોતાની પુત્રીને પીપળાના છોડ સાથે બૌધ્ધ ધર્મના પ્રચાર-પ્રસાર માટે શ્રીલંકા મોકલી હતી. ત્યારે પુત્રી સંઘમિત્રાએ પીપળાનો છોડ શ્રીલંકાના શ્રી અનુરાધા પુરમમાં ઉગાડયો હતો. ૨૩૦૦ વર્ષ થયા છતાં આજે પણ આ પીપળો અડીખમ ઊભો છે. ઈ.સ.૧૯૨૯માં  સ્થાનિકો દ્વારા તેને કાપવાનો પ્રયત્ન કરાયો હતો જો કે ફક્ત તેની એક-બે ડાળીઓ જ કાપી શક્યા હતા. ઈ.સ.૧૯૮૫માં પણ આતંકીઓ દ્વારા આ ઝાડને નિશાન બનાવીને વિસ્ફોટ કરાયો હતો ત્યારે ૧૦૦ લોકો માર્યા ગયા પરંતુ પીપળાને કોઈપણ પ્રકારનું નુકસાન થયુ નહોતું.

વૃક્ષારોપણની ખાસ વાત એ છે કે વૃક્ષોની પસંદગીમાં ઈકો સિસ્ટમ અને બાયોડાઇવર્સિટીનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. આ માટે 24 કલાક ઓક્સિજન આપી શકે તેવા વૃક્ષો પીપળ, બદામ, કપૉક, કોર્ડિયા, કદમ, પંગારા અને કોનોકરપર્સ જેવા 24 કલાક ઓક્સિજન આપતા વૃક્ષોના છોડ વાવવામાં આવ્યા હતા.100 વર્ષ જૂના વૃક્ષો ઓક્સિજન ઓછો આપે તેથી કાપી નાખવા એ માન્યતા ખોટી છેઅનેપીપળાનું વૃક્ષ વિપુલ માત્રામાં ઓક્સિજન આપે છે તો તેના પાકેલા ફળ તરસ છીપાવે છે.

૧૦૦ વર્ષ જૂના પીપળાના વૃક્ષ પર દિવસ દરમિયાન ૨૫ પ્રજાતિના ૧૫૦૦થી ૨૫૦૦ પક્ષીઓ, કિટાણુંઓ અને વાંદરાઓ વસવાટ કરે છે. ઘણા લોકોનું માનવું છે કે ૧૦૦ વર્ષ જૂના ઝાડ ઓક્સિજન ઓછો આપે છે પરંતુ આ માન્યતા તદ્દન ખોટી છે. ઝાડની આસપાસ બનાવેલા પેવર બ્લોક દૂર કરશો તો ઝાડના આયુષ્યની સાથે ઓક્સિજન પણ વધશે. એમ, લોકવિજ્ઞાાન કેન્દ્રના ડિરેક્ટર ડો.જિતેન્દ્ર ગવલીનું કહેવું છે.
ડો.ગવલીએ જણાવ્યું કે, દાંડિયા બજાર સ્થિત મછિયા કાંસ પાસે પીપળાનું ૩૦થી ૩૫ વર્ષ જૂનુ ઝાડ આવેલું છે. વર્ષ ૨૦૧૬માં જ્યાં ૨૮ પ્રજાતિના પક્ષીઓ બેસતા પરંતુ ૨૦૧૭માં કોઈકે તેની ડાળીઓ આડેધડ કાપી નાખતા આ ઘટાદાર વૃક્ષ ડાળીઓ-પાંદડા વિના બાંડુ થઈ જતા તેના પર પક્ષીઓની અવર-જવર લગભગ નહીવત્ત થઈ ગઈ હતી. માણસ ભલે પ્રકૃતિ સાથે દુર્વ્યવહાર કરે પરંતુ પ્રકૃતિ હંમેશા તેને સહારો આપે જ છે.
આઠથી નવ મહિનામાં ફરી આ પીપળો નવપલ્લિત થયો અને પક્ષીઓને પોતાની ડાળીઓ પર વસવાટ આપ્યો. પીપળાનું વૃક્ષ વિપુલ માત્રામાં ઓક્સિજન આપે છે તો તેનું પાકેલુ ફળ ખાવાથી તરસ છીપાય છે. અગાઉના સમયમાં જ્યારે કોઈ દવાઓ નહોતી ત્યારે પૂર્વજો વૃક્ષોના ફળ-ફૂલ-પાનનો ઉપયોગ કરી દર્દને દૂર કરતા હતા. જેમકે, પીપળાના મૂળની છાલ પેટદર્દ માટે, તેને ચાવવાથી દાંતના રોગ દૂર થાય અને પેઢા મજબૂત થાય છે. તેમજ મૂળને વાટીને ખાવાથી સંધિવા મટાડી શકાય છે. ઉપરાંત આ વૃક્ષના થડની છાલ ઊંડા ઘા માટે તો તેનો પાવડર શરીરની બળતરા અને ગળાના સોજા માટે લાભદાયી છે. પીપળાના પાનનો રસ કાનના દુખાવામાં રાહત આપે છે.

આ 6 વૃક્ષોમાંથી સૌથી વધારે ઓક્સિજન બને છે.

 1)વડનું વૃક્ષ:-

આ વૃક્ષને ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ પણ કહેવાય છે. તેને હિંદુ ધર્મમાં પવિત્ર પણ માનવામાં આવે છે. વડનું વૃક્ષ બહુ લાંબુ થઈ શકે છે. અને તેના છાંયા પર નિર્ભર હોય છે કે તે કેટલો ઓક્સિજન ઉત્પાદિત કરી શકે છે.

2)પીપળાનું વૃક્ષ:-

 હિંદુ ધર્મમાં પીપળાનું વૃક્ષ તો બૌદ્ધ ધર્મમાં તેને બોધી ટ્રી કહેવામાં આવે છે. કહેવાય છે કે આ વૃક્ષની નીચે ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. પીપળાનું વૃક્ષ 60થી 80 ફૂટ લાંબુ થઈ શકેછે. આ વૃક્ષ સૌથી વધારે ઓક્સિજન આપે છે. જેના કારણે પર્યાવરણવિદ પીપળાનું વૃક્ષ લગાવવાનું વારંવાર કહે છે.

3)લીમડાના વૃક્ષ:-

આ વૃક્ષને એવરગ્રીન વૃક્ષ કહેવામાં આવે છે. અને પર્યાવરણવિદોનું માનીએ તો આ એક નેચરલ એર પ્યૂરીફાયર છે. આ વૃક્ષ પ્રદૂષિત ગેસ જેવા કે કાર્બન ડાયોક્સાઈડ, સલ્ફર અને નાઈટ્રોજનને હવામાંથી ગ્રહણ કરીને પર્યાવરણમાં ઓક્સિજન છોડે છે. તેના પાંદડાની રચના એવી હોય છે કે તે મોટા પ્રમાણમાં ઓક્સિજન ઉત્પાદિત કરી શકે છે. એવામાં હંમેશા વધારેમાં વધારે લીમડાના વૃક્ષ લગાવવાની સલાહ આપવામાં આવે છે. તેનાથી આજુબાજુની હવા એકદમ શુદ્ધ રહે છે.

 4)જાંબુડો:-

ભારતની આધ્યાત્મિક કથાઓમાં ભારતને જંબુદ્રીપ એટલે જાંબુની ધરતી પણ કહેવામાં આવી છે. જાંબુડો 50થી 100 ફૂટ સુધી લાંબો હોય છે. તેના ફળ ઉપરાંત વૃક્ષ સલ્ફર ડાયોક્સાઈડ અને નાઈટ્રોજન જેવા ઝેરી ગેસને હવામાંથી શોષી લે છે. તે સિવાય અનેક દૂષિત કણોને પણ જાંબુડો પોતાનામાં ખેંચી લે છે.

5)આસોપાલવ:-

આસોપાલવ માત્ર હવામાં ઓક્સિજન જ છોડતું નથી પરંતુ તેના ફૂલ પર્યાવરણને સુગંધિત રાખે છે અને તેની ખૂબસૂરતીને વધારે છે. આ એક નાનું વૃક્ષ હોય છે, જે એકદમ સીધું થાય છે. પર્યાવરણ નિષ્ણાતોનું માનીએ તો આસોપાલવનું વૃક્ષ લગાવવાથી માત્ર વાતાવરણ જ શુદ્ધ રહેતું નથી પરંતુ તેની શોભા પણ વધે છે. ઘરમાં આસોપાલવનું વૃક્ષ દરેક બીમારીને દૂર રાખે છે. આ વૃક્ષ ઝેરી ગેસ ઉપરાંતહવાના બીજા દૂષિત કણોને પણ ગ્રહણ કરી લે છે.

6)અર્જુન વૃક્ષ:-

અર્જુન વૃક્ષ વિશે એવું કહેવામાં આવે છે કે તે હંમેશા લીલુંછમ રહે છે. તેના અનેક આયુર્વેદિક ફાયદા છે. આ વૃક્ષનું ધાર્મિક મહત્વ પણ છે. અને કહેવાય છે કે માતા સીતાનું તે પસંદગીનું વૃક્ષ હતું. હવાથી કાર્બન ડાયોક્સાઈડ અને દૂષિત ગેસને ગ્રહણ કરીને તેને ઓક્સિજનમાં ફેરવે છે.

  1. રાજહંશ લીલી:

રાજહંશ લીલી હવામાં ભેજ અને
ભમરીને જાળવી રાખે છે. આ
xylene 344 toluene oral
હાનિકારક વાયુઓનું શોષણ
કરીને તેને નુકસાન ન પહોંચાડે
તેવા પદાર્થમાં બદલી છે.

  1. Gerbera Jamesonii:

આ તેજસ્વી ફુલોવાળું છોડવું
હવામાં રહેલા ઝેરી પદાર્થોનો નાશ
કરવામાં મદદ કરે છે. તેને સારી
રીતે ગરમ વિસ્તારમાં રાખવામાં
આવે છે.

  1. મની વેલ:

સુવર્ણ કમળ છાંયડામાં
વધવાવાળા બધા છોડવાથી
સર્વશ્રેષ્ઠ છોડ છે. આ તમારા
ઘરની હવાને સાફ રાખવા માટે
ઉત્તમ છે. આ 24 કલાક
ઓક્સીજન આપે છે.
પરંતુ એક વાત યાદ રાખજો કે
આ એક પ્રકારનું ઝેરીલું છોડવું
પણ છે. તેથી તેને બાળકો અને
પ્રાણીઓથી દૂર રાખવું

  1. Aglaonema:

આ ચીની લીલાછમ છોડવાને
મોટા થવા માટે વધારે પ્રકાશની
જરૂર પડતી નથી. પરંતુ તેને મોટા
પ્રમાણમાં ભેજવાળી હવાની
જરૂર પડે છે. આ સાબિત થઇ
ગયું છે કે આ છોડવું હવામાંથી
બેન્ઝીન જેવા ઝેરી પદાર્થોનું
ફિલ્ટર કરીને હવાને શુદ્ધ કરે

  1. સ્પાઈડર પ્લાન્ટ:

આ છોડવું ઘરની અંદરના
ઉપયોગ માટે ઘણું સારું છે. તેનું
કારણ ફક્ત તેની સુંદરતા જ
નથી, પરંતુ અભ્યાસ દ્વારા
પ્રમાણિત થયું છે કે આ છોડવું
ઘણા હવામાથી ઝેરી વાયુ જેવા કે

  • benzene,formaldehyde, carbon monoxide અને xyleneનોપણ નાશ કરે છે.
  1. vi:
    આ છોડવું ઓછા પ્રકાશવળી
    જગ્યા માટે સારું છે. આ પણ
    હવા માં રહેલા હાનિકારક
    વાયુઓનો નાશ કરવામાં મદદ કરે
    છે.
  2. Azalea:
    આ છોડવું તમારા પલાઈવૂડ ,
    ફર્નિચર અને કાર્પેટમાંથી આવતી
    ગંધ નો નાશ કરવામાં મદદ કરે છે.
    જો આનું સારી રીતે ધ્યાન
    રાખવામાં આવે, તો આ ઘણા
    લાંબા સમય સુધી જીવિત રહી
    શકે છે.
  3. sansevieria (સ્નેક પ્લાંટ):

આ ઘણા કઠળ અને કોઈ પણ
પરિસ્થિતિમાં રેહવાવાળું છોડવું
છે. આની ખાસ વાત એ છે કે તે
અન્ય છોડવાઓની જેમ
હાનિકારક વાયુઓનો નાશ તો કરે
જ છે. સાથે જ રાત્રે ઓક્સિજન
વાયુ પણ છોડે છે. આને સ્નેક
પ્લાંટ પણ કહે છે.

  1. Dracaena Marginata:

આ ધીરે ધીરે વધવાવાળું છોડવું
છે. આ પણ હાનિકારક વાયુઓ
os al ŝ xylene,
trichlorethylene 241
formaldehydeનો નાશ કરે
છે.

  1. Philodendron:

આ છોડવાને ઘણા ઓછા
પ્રકાશવાળી જગ્યા પર રાખવા
છતાં તેના વિકાસ પર કોઈ અસર
પડતી નથી. તેની જાળવણી પણ
સરળ છે. પરંતુ એક વાત યાદ
રાખવા જેવી એ છે કે તે બાળકો
અને પ્રાણીઓ માટે ખતરનાક
હોઈ શકે છે.

  1. Nephrolepis:

આ હવામાં ભેજ જાળવી રાખવા
અને હાનિકારક વાયુ જેવા કે
કાર્બન મોનોક્સાઈડનો નાશ
કરવાવાળું સારું છોડવું છે. આને
નિયમિત પાણીની આવશ્યકતા
હોય છે અને તે છાંયડામાં પણ
રહી શકે છે.

  1. Spathiphyllum:

આ છોડ ઘરમાં પ્રયોગ થવાવાળો
એક સાધારણ છોડ છે, જે બધા
પ્રકારના હાનિકારક ગેસનો નાશ
કરે છે. આ ધૂળને પણ સમાપ્ત
કરે છે અને ઘરની હવાને શુદ્ધ
રાખે છે.

  1. Bamboo Palm:

આ છોડ પણ હાનિકારક વાયુને
ફિલ્ટર કરવાનું કામ કરે છે. તેને
ફર્નિચરની બાજુમાં રાખવામાં
આવે તો તે તેમાં વપરાયેલ
કેમિકલને ભમરીમાં બદલીને નાશ
કરી દે છે.

  1. Schefflera:

આ છોડવું પણ ઘરમાં હાનિકારક
વાયુનો નાશ કરે છે. આ છોડવાને
કેટલાક દેશોમાં ” અમ્બેલા ટ્રી ”
પણ કહ્યું છે.

  1. Chrisanthemum:

આ સુંદર ફૂલ માત્ર તમારા ઘરોને
શણગારવાં માટે જ કામમાં નથી
નથી આવતું, પરંતુ ઝેરી
વાયુઓનો નાશ કરવામાં પણ
કામમાં આવે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here