BUSINESS : 2017ના SGBના રૂ. 2866ના ઇશ્યુ ભાવ સામે રિડમ્પશન ભાવ રૂ.12567

0
60
meetarticle

૨૦૧૬-૧૭ના ઓકટોબરમાં સોવેરિન ગોલ્ડ બોન્ડ (એસજીબી)ના જાહેર કરાયેલા અંતિમ રિડમ્પશન ભાવ પ્રમાણે આ એસજીબીમાં રોકાણકારોને ૩૩૮ ટકા વળતર છૂટી રહ્યું છે. 

૧૬ ઓકટોબર ૨૦૧૭ના  જારી કરાયેલ એસજીબી ૨૦૧૭-૧૮ શ્રેણી ૩ માટે રિઝર્વ બેન્કે  એક ગ્રામના રૂપિયા ૧૨૫૬૭નો રિડમ્પશન ભાવ જાહેર કર્યો છે. 

આ એસજીબીની મુદત આઠ વર્ષની હતી. એસજીબીનો રિડમ્પશન ભાવ  ઈન્ડિયા  બુલિયન એન્ડ  જ્વેલર્સ એસોસિએશન (ઈબજા) દ્વારા જાહેર કરાયેલા ૯૯.૯૦ સોનાના છેલ્લા ત્રણ કામકાજના દિવસોના સરેરાશ ભાવને આધારે નિશ્ચિત કરવામાં આવે છે. 

૧૬ ઓકટોબર ૨૦૧૭ના   એસજીબી  ૨૦૧૭-૧૮ શ્રેણી ૩ પ્રતિ એક ગ્રામ રૂપિયા ૨૮૬૬ના ભાવે જારી કરવામાં આવી હતી. આ બોન્ડ પર રોકાણકારોને આઠ વર્ષમાં ૩૩૮ ટકા વળતર ઉપરાંત દર વર્ષે ૨.૫૦ ટકા વ્યાજ પ્રાપ્ત થયું છે. 

દેશમાં હાજર સોનાની માગ ઘટાડવા સરકારે ૨૦૧૫માં એસજીબી લોન્ચ કર્યા હતા. જો કે વર્તમાન વર્ષના પ્રારંભથી એસજીબી જારી કરવાનું સરકાર દ્વારા અટકાવી દેવાયું છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here