BOLLYWOOD : અક્ષય સાઉથના વેંકટેશની હિટ ફિલ્મની રીમેકમાં કામ કરશે

0
51
meetarticle

અક્ષય કુમાર સાઉથની વધુ એક રીમેકમાં કામ કરશે. વેંકટેશની આ જાન્યુઆરીમાં જ રીલિઝ થયેલી ‘સંક્રાતિકી વસુથમ’ પરથી આ ફિલ્મ બનવાની છે. આ એકશન કોમેડી સાઉથમાં હિટ પુરવાર થઈ હતી. આ ફિલ્મ તેલુગુની આ વર્ષના સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક બની હતી. અક્ષય ફિલ્મ જાતે જ પ્રોડયૂસ કરશે તેવી સંભાવના છે. 

તેણે ફિલ્મના રીમેકના રાઈટ્સ પણ મેળવી લીધા હોવાનું કહેવાય છે. તે વેક્ટેશ દગ્ગુબાટીવાળી મુખ્ય ભૂમિકા જ ભજવશે. ફિલ્મ માટે અન્ય કલાકારોની શોધખોળ શરુ થઈ છે. અક્ષય હાલના કેટલાક પ્રોજેક્ટસ પૂર્ણ કર્યા બાદ આ ફિલ્મ પર ફોક્સ કરશે. તેલુગુમાં આ ફિલ્મનું દિગ્દર્શન અનિલ રવિપુડીએ કર્યું હતું. જોકે, અક્ષય પોતાની પસંદગીના કોઈ ડાયરેક્ટરને સિલેક્ટ કરે તેવી સંભાવના વધારે છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here