અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) બનાસકાંઠાના સુઈગામના ગોલપ ગામે જૂથ અથડામણ થઈ હોવાની વાત સામે આવી છે, તિક્ષણ હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવતા પોલીસ પણ દોડતી થઈ હતી, અંગત અદાવતમાં આ હુમલો કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે, તો બન્ને જૂથ સામે આમને-સામને ફરિયાદ નોંધાઈ છે, ઈજાગ્રસ્તોને માછાના અને હાથના પગે ઈજા પહોંચી છે.

બનાસકાંઠામાં જૂથ અથડામણ થઈ
બનાસકાંઠાના સુઈગામે જૂથ અથડામણ થઈ હતી અને જૂથ અથડામણમાં બન્ને પક્ષે ફરિયાદ નોંધાઈ છે અને 10 કરતા વધુ લોકોને ઈજા પહોંચી છે, તો ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને ગામમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે, એક જ કોમના લોકો છે અને જૂથ અથડામણ થઈ હોવાની વાત સામે આવી છે, તો આ અથડામણમાં અમુક શખ્સો ફરાર છે તેને શોધવા પોલીસે કવાયત શરૂ કરી છે, સામાન્ય વાતમાં વાત એટલી વણસી ગઈ કે વડીલો પણ હથિયાર લઈને બબાલ કરવા માટે પહોંચ્યા હતા.
ડીસામાં વૃદ્ધાના કડા લૂંટનાર બે આરોપી ઝડપાયા
ડીસામાં વૃદ્ધાના કડા લૂંટનાર બે આરોપી ઝડપાયા છે અને ઘટના સ્થળે આરોપીઓને લઇ જઇ પોલીસે કર્યુ રી-કન્સ્ટ્રક્શન તો બપોરના સમયે વૃદ્ધા એકલા હતા ત્યારે કરી હતી લૂંટ, 4 આરોપીમાંથી 2 આરોપીની પોલીસે કરી ધરપકડ અને અન્ય 2 આરોપી હજી ફરાર હોવાની વાત સામે આવી છે.

