ગળતેશ્વરના કોસમથી ડાભસર ગામ તરફ જતા માર્ગ પર ઉભરાતી ગટરના કારણે લોકો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. વિસ્તારમાં રોગચાળો ફેલાવાનો ભય પણ રહેલો છે.

ગળતેશ્વર તાલુકાના કોસમથી ડાભસર ગામ તરફ જતા રસ્તા ઉપર સોલંકી ફળિયા પાસે ઘણા સમયથી ગટર ઉભરાઈ રહી છે. સ્થાનિકોનએ જણાવ્યું હતું કે, ઘણા વખતથી ગટર ચોકઅપ થઈ જવાથી સોલંકી ફળિયાનું વપરાશનું પાણી ગટર લાઈનમાં ના જતા ગંદુ પાણી રસ્તા ઉપરથી ખેતરોમાં નાળામાં નીચાણવાળા ભાગે જતા ખેડૂતો અને ગ્રામજનોના શરીરે છાંટા ઉડતા કપડાં બગડે છે. દૂધ ભરવા, રેસનિંગની દૂકાને જતા- આવતા પણ ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર થવું પડે છે.
પાવાગઢ, ફાગવેલ જતા દર્શનાર્થી- યાત્રીઓને પણ ઉભરાતી ગટરના લીધે હાલાકી પડી રહી છે. પાંચ ગામના લોકો ગળતેશ્વર અંતિમવિધિમાં જતી વખતે પણ મુશ્કેલી વેઠી રહ્યા છે. ઉપરાંત ઉભરાતી ગટરના પાણીના લીધે રોગચાળો ફેલાવો પણ ભય રહેલો છે. ત્યારે સત્વરે સમસ્યાનું નિરાકણ લાવવા કોસમના ગ્રામજનોની માંગણી છે.

