દિવાળી ના તહેવારોને લઈ ને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્યના અરસપરસ જિલ્લા માં કમારાથે ગયેલા નાગરિકોને તેમના વતન માં પાછા ફરવા માટે કોઈ વાહન વ્યહાર ની અગવડતાનં પડે અને સહેલાય થી તેમના વતન આરામદાઈ રીતે પહોંચી શકે તે માટે ખાસ તાજેતર માં જ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા થયેલ જાહેરાત મુજબ સુરત થી રત્ન કલાકારો ને સૌરાષ્ટ્ર માં આવવા માટે ૧૬૦૦ બસો એક્સ્ટ્રા ફાળવવામાં આવશે અને દરકે ડેપોમાં થી એક્સ્ટ્રા બસો દોડા વાવાનું આયોજન કરવામાં આવેલ છે. તે મુજબ પોરબંદર ડેપો ખાતે થી ગઈ કાલે કુલ ૧૨ બસો પોરબંદર થી રવાના થઇ હતી.

પોરબંદર જીલ્લામાં ખેત મજુરી અર્થે મોટી સંખ્યામાં આવતા દાહોદ ગોધરા વિસ્તાર ના ખેત મજુરોનો પણ દિવાળી ના તહેવારો દરમ્યાન વતન તરફ જવા માટે ભારે ઘસારો થતો હોય છે આથી આ ઘસારા ને પણ પહોંચી વળવા પોરબંદર ડેપો દ્વારા થયેલ આયોજન બધ્ધ રીતે સૌ પ્રથમ આ બસો ખેત મજુરો ને લઇ ને તેમના વતન દાહોદ તરફ રવાના કરવામાં આવેલ છે અને ત્યાંથી સુરત ના રત્ન કલાકારોને પણ વતન માં આવવા કોઇ હાલાકી ન પડે તે હેતુસર આ બસો સુરત થી સૌરાષ્ટ્ર ના જીલ્લા/તાલુકા મથકે આવશે,
આ ઉપરાંત પોરબંદર એસ.ટી.ડેપો મેનેજર પી. બી. મકવાણા ના જણાવાયા અનુસાર આગામી દિવાળી વેકેશન દરમ્યાન યાત્રા ધામો માં પણ પ્રવાસીઓ નો ભારે ઘસારો રહેતો હોય છે અને આ ધસારા ને પણ પહોંચી વળવા પણ પોરબંદર થી સોમનાથ, દ્વારકા, રાજકોટ, જામનગર, તેમજ જુનાગઢ તરફ પણ જરૂરિયાત મુજબ વધારાની એક્સ્ટ્રા બસોનું રાઉન્ડ ધ ક્લોક સંચાલન હાથ ધરવામાં આવશે આથી આ બસોનો બહોળી સંખ્યા માં લાભ લેવા માટે પોરબંદર એસ. ટી.સ્ટેન્ડ ઇન્ચાર્જ એચ.એમ. રૂઘાણી દ્વારા મુસાફર જનતા ને નમ્ર અપીલ કરવામાં આવેલ છે.
રિપોર્ટર :- વિરમભાઈ કે. આગઠ

