ભરૂચના નંદેલાવ વિસ્તારમાં રહેતા અને વિલાયતની આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા અમિત નાનાજી રામટેકે સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. તેમને ટેલિગ્રામ પર “ઘર બેઠા ઑનલાઈન કામ કરીને કમિશન કમાવવાની” લાલચ આપવામાં આવી હતી.

ગઠિયાઓએ ‘ગાયત્રી લક્ષ્મી’ નામના યુઝર દ્વારા સંપર્ક કરીને પોતાને ‘ટાટા ગ્રુપ’માંથી હોવાનું જણાવી ‘ટાટા ક્લિક ફેશન’ નામની વેબસાઇટ પર ઓનલાઈન ખરીદીના નામે રોકાણ કરાવ્યું હતું.
શરૂઆતમાં ડેમો પેટે ₹૧,૦૦૦ જમા થતાં વિશ્વાસ બેસતાં, અમિત રામટેકેએ તબક્કાવાર રીતે કુલ ₹૬,૭૦,૦૦૦/- જુદા જુદા બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કર્યા હતા.
આ રકમ સામે તેમને માત્ર ₹૨૯,૨૦૦/- જ પરત મળતાં તેમની સાથે ₹૬,૪૦,૦૦૦/-ની ઠગાઈ થઈ હોવાનું માલૂમ પડ્યું હતું. આ અંગે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

