GANDHINAGAR : ડભોડિયા હનુમાન મંદિરે શ્રધ્ધાનું ઘોડાપુર ઃ લાખો ભક્તો ઉમટી પડયાં

0
43
meetarticle

ગાંધીનગર તાલુકામાં ડભોડા ખાતે આવેલા લગભગ એક હજાર વર્ષ જુના સ્વયંભૂ ડભોડીયા હનુમાનજી દાદાના મંદિરમાં ધનતેરસ-કાળીચૌદસના લોકમેળામાં સેંકડો લીટર કરતા વધારે તેલનો અભિષેક કરવામાં આવ્યો હતો. ધનતેરસની મધરાતે મહાઆરતી સાથે શરૃ કરવામાં આવતો આ લોકમેળો કાળી ચૌદસની મધરાત સુધી ચાલ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડયા હતા.

ડભોડા હનુમાન મંદિરે કાળીચૌદસનો મેળો ભરાયો હતો આ વખતે શનિવાર અને કાળીચૌદસ હોવાને કારણે ભક્તોમાં પણ ઉત્સાહ અનેરો જોવા મળ્યો હતો.એક અંદાજ પ્રમાણે આ વખતે કાળી ચૌદસના મેળામાં પાંચ લાખ ભક્તોનો સાગર ડભોડામાં છલકાયો હતો. તો માનવ મહેરામણ અને ભક્તોની શ્રધ્ધાને ધ્યાનમાં રાખી મંદિરના ટ્રસ્ટ દ્વારા વિવિધ સુવિધાઓ પણ કરવામાં આવી હતી. તે અંતર્ગત દાદાના દર્શન માટે તેમજ મહાઆરતીનો લ્હાવો લેવા માટે સ્ક્રીન પણ મુકવામાં આવી હતી. ડભોડીયા હનુમાનજી દાદાના મંદિરે ધનતેરસ-કાળીચૌદસે ભવ્ય મેળો ભરાયો હતો. ધનતેરસની મધરાતે મહાઆરતી સાથે આ મેળાની શરૃઆત થઇ કાળી ચૌદસની રાત્રે બે વાગ્યા સુધી યોજાતાં મેળામાં માનવમેદની ઉમટી પડી હતી.મહાઆરતીમાં સિધ્ધ કરેલા કાળા દોરો લેવા ભક્તો પડાપડી કરતા પણ અહીં જોવા મળ્યા હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here