અમેરિકાનાં વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે અમારી પાસે આધારભૂત માહિતી છે કે હમાસ ગાઝાપટ્ટીમાં રહેતાં અન્ય નાગરિકો ઉપર હુમલા કરવાની પેરવી કરી રહ્યું છે. જો આમ કરશે તો તે યુદ્ધ વિરામ માટેના શાંતિ-કરારોની વિરુદ્ધનું બની રહેશે. આથી અમે તે નાગરિકોને બચાવવા અમારાથી બનતાં તમામ પગલાં લેશું.
અમેરિકાનાં વિદેશ મંત્રાલયે પ્રસિદ્ધ કરેલાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે મહામહેનતે ગાઝામાં અમે શાંતિ સ્થાપી છે. છતાં જો હમાસ યુદ્ધ વિરામ અને શાંતિ-મંત્રણાની શરતોનો ભંગ કરશે તો અમે ગાઝાપટ્ટીમાં રહેતા નિર્દોષ નાગરોકનાં બચાવ માટે શક્ય તેટલા તમામ પગલાં લેશું.

ઉલ્લેખનીય છે કે અમે એટલે કોણ ? તે વિષે અમેરિકાએ સ્પષ્ટતા કરી ન હતી. પરંતુ સમજી જ શકાય તેમ છે કે અમે માં ઇઝરાયલ આવૃત્ત હશે.
હમાસ દ્વારા માત્ર શંકા ઉપરથી જ પેલેસ્ટાઈની નાગરિકોની ધરપકડ કરી તેમને બચાવ માટે કાનૂની માર્ગ લેવાની પણ તક આપ્યા સિવાય જ મોતને ઘાટ ઉતારવાની કાર્યવાહી શરૂ કરી છે. તાજેતરમાં જ માત્ર ઇઝરાયલ તરફી કે પશ્ચિમ તરફી હોવાની શંકા ઉપરથી જ હમાસે ૮ પેલેસ્ટાઈની નાગરિકોને ગોળી મારી ઠાર કર્યા હતા.
ઇઝરાયલે શાંતિ સમજૂતી સમયે પેલેસ્ટાઇનીઓનાં આતંકી જૂથ હમાસના સંપૂર્ણ નિ:શસ્ત્રીકરણની માગણી કરી હતી પરંતુ તેનો અમલ થઈ શક્યો નહીં. ગાઝાપટ્ટીમાં હમાસ રોજે રોજ ભોગ લેતા જાય છે.
તે ગુપ્ત રીતે હમાસ હુમલો કરવાની પેરવી કરી રહેલ છે. ઇઝરાયેલ હમાસ યુદ્ધ ફરી થવાની ભીતિ છે.
હમાસની આ કાર્યવાહી ફરી યુદ્ધ જગાવી પણ શકે તે અંગે વિશ્લેષકો કહે છે ઘણાને શાંતિ સદતી નથી. હમાસ તે પૈકીનું એક જૂથ છે.

