ડ્રગ લઈ જતી એક શંકાસ્પદ સબમરીનને અમેરિકી નૌકાદળે ડૂબાડી દીધી છે. આ માહિતી આપતાં વ્હાઈટ હાઉસે રવિવારે જણાવ્યું હતું કે ડ્રગ લઈ જતી એ શંકાસ્પદ સબમરીન ડ્રગ લઈ જવાના જાણીતા માર્ગે આગળ વધી અમેરિકા તરફ આવતી હતી. જોકે આ કાર્યવાહીમાં સબમરીનમાં રહેલા બે માણસોના મોત થયાં હતાં.

પોતાનાં આ કૃત્યને સમર્થન આપતાં ટ્રમ્પે તેમનાં ટ્રૂથ સોશ્યલ પર લખ્યું કે જો આમ ન કર્યું હોત તો અમેરિકામાં ૨૫,૦૦૦થી વધુનાં મોત થયાં હોત.
નાર્કો ટેરરિસ્ટ સામેની અમેરિકાની છેલ્લાં કેટલાંક સપ્તાહોમાં કરાયેલી આ ૬ઠ્ઠી કાર્યવાહી છે. છેલ્લી પાંચ સ્ટ્રાઈક્સમાં કુલ મળી ૨૭ માણસોને અમેરિકાએ મારી નાખ્યા છે. તેમ ટ્રમ્પ તંત્રે જણાવ્યું હતું.
આ સબમરીન ડૂબી જતાં તેમાં ઇક્વાડૉર અને કોલંબિયાના મળી બે માણસોની ધરપકડ કરવામાં આવી હતી તે બંનેએ પોતાના નાગરિકોને સ્વીકારવા તૈયારી દર્શાવી છે. આથી તેઓ કોલંબિયા પહોંચશે. ઇક્વેડૉરિયન, ઇક્વેડૉર જશે.
કોલંબિયન પ્રમુખ ગુસાવો પેટ્રોએ કહ્યું હતું કે અમારા નાગરિકને અમેરિકા સોંપવાનું છે જેની ઉપર કાનૂની કાર્યવાહી કરવાના છીએ. આ પ્રતિબદ્ધતા આપ્યા પછી જ અમેરિકા અમને સોંપવા તૈયાર થયું છે.
આ સામે ટ્રમ્પનું કહેવું છે કે જો આમ ન કર્યું હોત તો ૨૫,૦૦૦ અમેરિકનોનાં મોત થયા હોત.

