WORLD : અમેરિકામાં 36 હજાર ફૂટે પ્લેનનું વિન્ડશીલ્ડ તૂટતા પ્રવાસીઓનો જીવ તાળવે

0
56
meetarticle

યુનાઇટેડ એરલાઇન્સની ફ્લાઇટ બોઇંગ ૭૩૭ મેક્સ-૮ ડેનવેરથી લોસ એન્જલ્સ જઈ રહી હતી ત્યારે તે ૩૬ હજાર ફૂટની ઊંચાઈએ જ હતી ત્યારે વિન્ડશીલ્ડમાં ક્રેક પડતાં તે ૧૦ હજાર ફૂટ નીચે ઉતરી આવ્યું  હતું. તેના પગલે  ક્રેશ લેન્ડિંગના ડરે પ્રવાસીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. જો કે પાયલોટ્સે પાછો પ્લેન પર અંકુશ મેળવતા પ્લેનનું સલામત રીતે  ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું હતું.

આ દરમિયાન એક પાયલોટ ઇજા પણ પામ્યો હતો. આ અંગે નિષ્ણાતોનું કહેવું છે કે સ્પેસમાંથી કાટમાળ પડતા અથવા તો ઉલ્કા પડવાના લીધે વિન્ડશીલ્ડમાં ક્રેક પડી હોઈ શકે. આ ઘટના ૧૬ ઓક્ટોબરના રોજ ફ્લાઇટ યુએ ૧૦૯૩ સાથે બની હતી, જે ૧૪૦ પેસેન્જર અને ક્રૂને લઈને જતી હતી. 

પ્લેનનું સોલ્ટ લેક સિટી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સલામત રીતે ઉતરાણ કરવામાં આવ્યું તેના પહેલાં તેને ૩૬ હજારથી ૨૬ હજાર ફૂટ સુધી લાવવામાં આવ્યું હતું. પ્રવાસીઓને છ કલાકના વિલંબ પછી બીજા પ્લેનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. 

વિન્ડશિલ્ડમાં ક્રેક હવાઈ ઉડ્ડયન દરમિયાન ભાગ્યે જ બનતી ઘટના છે, પરંતુ હજી સુધી આ વિન્ડશીલ્ડ ક્રેક થવાથી પાયલોટને કેવી રીતે ઇજા થઈ તેનો કોઈ સંતોષજનક જવાબ મળ્યો નથી. પાયલોટે ઓનલાઇન શેર કરેલા વિડીયોમાં તેના હાથ પર થયેલી ઇજા સ્પષ્ટ દેખાય છે. આનો સીધો અર્થ એમ થાય ે કે આ ક્રેક નિયમિત રીતે જોવા મળતી હોય તેવી ક્રેક જ નથી.  એરક્રાફ્ટ સોલ્ટ લેક સિટીથી લગભગ ૩૨૨ કિ.મી. દૂર હતું. તે સમયે ક્રૂે નુકસાનની ખબર પડી હતી. તેણે પ્લેનને ડાઇવર્ટ કરવાનું નક્કી કર્યુ હતું. સામાન્ય રીતે વિન્ડશીલ્ડ બર્ડ્ સ્ટ્રાઇકને પહોંચી વળવા માટે નાખવામાં આવે છે. આ ઉપરાંત તે હવાના દબાણને સહન કરી શકાય તે રીતે બનાવાયું હોય છે. હવે કોઈ વસ્તુ તેના પર પૂરી તાકાતથી આવે તો વિન્ડશીલ્ડ સહન કરી શકતું નથી, પણ જો કોઈ વસ્તુ ફુલ સ્પીડે આવીને ટકરાય તો વિન્ડશીલ્ડ તૂટી જઈ શકે છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here