BUSINESS : કિંમતી ધાતૂમાં નરમાઈ: મુંબઈ ચાંદી વધુ 6000 તૂટી

0
66
meetarticle

અમેરિકામાં શટડાઉન   જળવાઈ રહેતા સોનાચાંદીના ભાવને  સપ્તાહના પ્રારંભમાં નીચા મથાળે ટેકો મળ્યો છે અને ભાવ સુધારા તરફી રહ્યા હતા જ્યારે અન્ય કિંમતી ધાતુ પ્રમાણમાં સ્થિર રહી હતી. વેપાર તાણ ઘટાડવા અમેરિકા-ચીન વચ્ચેની સૂચિત બેઠક પર પણ ટ્રેડરોની નજર રહેલી છે. આ ઉપરાંત વર્તમાન મહિનાના અંતિમ  સપ્તાહમાં અમેરિકન ફેડરલ રિઝર્વની મળનારી બેઠકમાં વ્યાજ દરમાં ઘટાડો આવવાની ધારણાંએ પણ  સોનાચાંદીના ઊંચા ભાવ ટકાવી રાખવામાં ભૂમિકા ભજવી છે.સોનું મોડી સાંજે ફરી ૪૩૦૦ ડોલરને પાર કરી ગયું હતું. 

ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં સોનાચાંદીના ભાવ ગયા શુક્રવારની સરખામણીએ સપ્તાહના પ્રારંભમાં નીચા રહ્યા હતા. સોનામાં રૂપિયા ૨૦૦૦ આસપાસ જ્યારે ચાંદીમાં વધુ રૂપિયા ૬૦૦૦ નીકળી ગયા હતા. ધનતેરસની ઘરાકી બાદ સ્થાનિકમાં  ભાવ નરમ  બોલાતા હતા. વિશ્વ બજારમાં ક્રુડ તેલમાં ભાવ ઘટાડા તરફી રહ્યા હતા. માગમાં નબળાઈને પરિણામે ભાવ પર દબાણ આવ્યું હતું. ભાવ પ્રતિ બેરલ ૬૧ ડોલરની અંદર ઊતરી ગયા હતા. સ્થાનિક મુંબઈ ઝવેરી બજારમાં સોનું પ્રતિ દસ ગ્રામ જીએસટી વગર રૂપિયા ૧,૨૭,૬૩૩ રહ્યું હતું ગયા સપ્તાહના અંતે શુક્રવારે રહેલા રૂપિયા ૧,૨૯,૫૮૪ની સરખામણીએ રૂપિયા ૧૯૫૦ જેટલું નીચું છે. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા એટલે કે રૂપિયા ૧,૩૧,૨૬૧ મુકાતુ હતું. ૯૯.૫૦ સોનાના જીએસટી વગર પ્રતિ દસ ગ્રામના ભાવ રૂપિયા ૧,૨૭,૧૨૨ બોલાતા હતા.

ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ ગયા શુક્રવારના બંધ ભાવની સરખામણીએ રૂપિયા ૬૧૮૦ ઘટી રૂપિયા ૧,૬૩,૦૫૦ કવોટ થતા હતા. જીએસટી સાથે ચાંદી રૂપિયા ૧,૬૭,૯૪૦ બોલાતી હતી. ગયા સપ્તાહના મંગળવારની સરખામણીએ ચાંદીમાં અંદાજે રૂપિયા ૧૫૦૦૦ ઘટી ગયા છે.

અમદાવાદ બજારમાં સોનુ ૯૯.૯૦ પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧,૩૨,૫૦૦ જ્યારે ૯૯.૫૦ના દસ ગ્રામના ભાવ રૂપિયા ૧,૩૨,૨૦૦ બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧,૬૫,૦૦૦ બોલાતા હતા.

વિશ્વ બજારમાં સોનુ મોડી સાંજે ૬૦ ડોલર ઊંચકાઈને ફરી ૪૩૦૦ ડોલરને પાર કરી ૪૩૧૪ ડોલર મુકાતુ હતું. ચાંદી પણ પ્રતિ ઔંસ ઝડપથી વધી ૫૨ ડોલરને ક્રોસ કરી મોડી સાંજે ૫૨.૪૦ ડોલર મુકાતી હતી. પ્લેટિનમ ઔંસ દીઠ ૧૬૨૭ ડોલર જ્યારે પેલેડિયમ ૧૪૭૫ ડોલર મુકાતુ હતું.

માગ મંદ રહેતા ક્રુડ તેલના ભાવ ઘટાડા તરફી જોવા મળી રહ્યા છે. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ ક્રુડ તેલ પ્રતિ બેરલ ૫૭.૧૪ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ પ્રતિ બેરલ ૬૦.૭૮ડોલર મુકાતું હતું.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here