WORLD : ટ્રમ્પના ટેરિફ અને સ્થાનિક માંગ ઘટતા ચીનના અર્થતંત્રની વૃદ્ધિ ધીમી પડી

0
93
meetarticle

ચીનનું અર્થતંત્ર જુલાઈથી સપ્ટેમ્બરના ક્વાર્ટર દરમિયાન વાર્ષિક ધોરણે સૌથી ઓછી ઝડપે ૪.૮ ટકાના દરે વિસ્તર્યુ હતુ. અમેરિકા સાથેના વધતા વેપાર તનાવ અને સ્થાનિક સ્તરે ઘટેલી માંગે તેમા મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આમ જુલાઈથી સપ્ટેમ્બર ૨૦૨૫ના આંકડાએ ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનાએ તથા છેલ્લા એક વર્ષમાં સૌથી ઓછો વૃદ્ધિદર દર્શાવ્યો છે.

જાન્યુઆરીથી સપ્ટેમ્બરમાં પૂરા થયેલા વર્ષ દરમિયાન વિશ્વનું બીજા નંબરનું અર્થતંત્ર અમેરિકન પ્રમુખ ટ્રમ્પના પ્રતિબંધ છતાં પણ ૫.૨ ટકાના દરે વૃદ્ધિ પામ્યુ હતુ. હાલની નિકાસ પ્રમાણમાં મજબૂત રહી છે, કારણ કે કંપનીઓએ તેમનું વેચાણ અમેરિકાના બદલે વિશ્વના બીજા દેશોમાં કરવા માંડયું છે.બૈજિંગ અને વોશિંગ્ટન વચ્ચેના તનાવમાં વધારો થયો છે અને તે હજી સુધી સ્પષ્ટ થયું નથી કે ટ્રમ્પ અને ચાઇનીઝ લીડર જિનપિંગ આ મહિનાના અંતે યોજનારારી પ્રાદેશિક શિખર પરિશદમાં મળશે કે નહી. જિનપિંગ અને શાસક સામ્યાવદી પક્ષના સભ્યો સોમવારે ચીનની અત્યંત મહત્ત્વની રાજકીય બેઠક યોજવાના છે, જેમા તેઓ આગામી પાંચ વર્ષ માટે દેશના આર્થિક અને સામાજિક નીતિના ધ્યેયો અને તેનો અમલ સુનિશ્ચિત કરશે. 

ચીન આ ઉપરાંત પડકારોનો સામનો કરી રહ્યુ છે, તેમા ઉદ્યોગલક્ષી ઘટાડાનો સમાવેશ થાય છે, જેની ગ્રાહક અને માંગ પર અસર પડી છે. રેટિંગ એજન્સી એસ એન્ડ પીના અંદાજ મુજબ ૨૦૨૫માં નવા મકાનોના રાષ્ટ્રવ્યાપી વેચાણમાં ૮ ટકાથી ઘટીને ૨૦૨૬માં છથી સાત ટકા રહેવાનો અંદાજ છે.

વર્લ્ડ બેન્કનું માનવું છે કે ચીનનું અર્થતંત્ર આ વર્ષે ૪.૮ ટકાના દરે વૃદ્ધિ ેપામશે. સરકારનો સત્તાવાર વૃદ્ધિનો આંકડો પાંચ ટકાનો છે. ચીનના અર્થતંત્રએ પ્રથમ અર્ધવાર્ષિક સમયગાળામાં કેટલાક બફરની મદદથી મજબૂત વૃદ્ધિ સાધવામાં સફળતા મેળવી છે, એમ આઇએનજી વૈશ્ય બેન્કના ગ્રેટર ચાઇનાના ચીફ ઇકોનોમિસ્ટ લિન સોંગે જણાવ્યું હતું. 

સોંગે જણાવ્યું હતું કે ચીનમાં વપરાશી માંગ અને પ્રોપર્ટી માર્કેટમાં સમર્થન માટે કયા પગલાં લેવાની છે તેના પર નજર છે. અગાઉની પોલિસીઓ હવે હાલમાં કામ આવે તેમ નથી. અર્થશાસ્ત્રીઓને ચીનની મધ્યસ્થ બેન્કના વર્ષના અંત સુધીમાં રેટ કટ કરે તેમ લાગે છે.  તેના લીધે ખર્ચમાં અને રોકાણમાં મદદ મળશે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here