BHAVNAGAR : રોહિસા ચોકડીથી બગદાણા સુધીના ડિસ્કો રોડથી લોકોને હાલાકી

0
49
meetarticle

મહુવાના રોહિસા ચોકડીથી યાત્રાધામ બગદાણાને સાકં?ળાતા રોડ ઉપર ઠેર-ઠેર ખાડાઓ પડી ગયા હોવાથી પ્રાણઘાતક અકસ્માત થવાની સંભાવના હોવા છતાં સ્થાનિક સતાધીશો દ્વારા આં ગંભીર બાબતે આંખ મીંચામણાં કરવામાં આવી રહ્યા હોય જેનાથી ગ્રામજનોમાં તંત્ર વાહકો સામે આક્રોશ ભભુકી ઉઠયો છે.


૨૪ કલાક સતત વાહન વ્યવહારથી ધમધમી રહેલા રોહિસા-બગદાણા રોડ ઉપર લાંબા સમયથી મસમોટા ખાડાઓ પડી ગયા છે.જેના પરિણામે મુસાફરો અને વાહન ચાલકોને ભારે હેરાનગતિ વેઠવી પડે છે. વર્ષો જુના આ માર્ગની હાલત ગાડા રોડ કરતા પણ સાવ બદતર બની ગઈ છે. આ રોડ સાવ તૂટી ગયેલ છે. ઘણી જગ્યા તો રોડ છે કે નહિ તે પણ વાહનચાલકોને ખબર રહેતી નથી તંત્રવાહકો દ્વારા નિયમિત જાણવણીના અભાવે આ રોડ ઉપર ઠેક ઠેકાણે અસંખ્ય નાના-મોટા ખાડાઓ પડી ગયા છે. જેને લઈ રસ્તો ઉપર ખાડા છે કે, પછી આખેઆખો રોડ જ ખાડામાં છે તે કહેવું મુશ્કેલ બન્યું છે. આ રોડ પર ધૂડના ઢેફાના કારણે વાહનો પસાર થાય ત્યારે ધૂળ ઊડતી હોય અન્ય ટુ વ્હીલના ચાલકોને રસ્તો બરાબર દેખાતો બંધ થઈ જાય છે. તેના પરિણામે અકસ્માતની ઘટનાઓ અવાર-નવાર બનતી રહે છે. અને ચાલકો ઈજાગ્રસ્ત બની રહ્યા છે.અનેે વાહનમાં નુકશાની ભોગવાનો વખત આવે છે.આ રોડ પરના ખાડાઓના કારણે વાહન કેમ ચલાવવું તેની ચાલકોને સૂઝ પડતી નથી.ખાડાઓને તારવીને પસાર થવામાં પણ ચાલકોને ધોળે દિવસે તારા દેખાઈ જાય છે. એક વખત જાણે અજાણે આ બિસ્માર રોડ પરથી નીકળનાર વાહન ચાલક ભૂલે ચૂકેય ત્યાંથી બીજી વખત નીકળવાનું નામ લેતા નથી એટલી હદે આ રોડ ખખડધજ બની ગયો છે. જીવલેણ વાહન અકસ્માતને નિમંત્રણ આપતા જર્જરિત હાલતના રોડની દશા સુધારવા અંગે સ્થાનિક અગ્રણીઓ દ્વારા વખતો વખત ઉચ્ચ કક્ષાએ ચૂંટાયેલા પ્રતિનિધિઓને જાણ કરવા છતાં તેઓ દ્વારા અકારણ ઉદાસીનતા દાખવવામાં આવી રહી હોય જેને લઈ ગ્રામજનોમાં સત્તાધીશો સામે સખત નારાજગી જન્મી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here