દિવાળી પર્વની શરૂઆત થઈ ચૂકી છે. હાલ દિવાળી વેકેશનપણ શરૂ થયું હોવાથી એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓના ધાડા ઉમટી રહ્યા છે. દિવાળી વેકેશનમાં પ્રવાસીઓનો હોટ ફેવરિટ ડેસ્ટિનેશન દિવસ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે. હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પ્રકાશ પર્વની ઉજવણી નો પ્રારંભ થયો છે ત્યારે રાત્રિનો અદભુત નજારો જોવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે

હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફના તમામ હોટલો અને ટિકિટનું બુકિંગ ફુલ થઈ ગયું છે
હાલ એકતા નગર ખાતે વેલી ઓફ ફ્લાવર જવાનાં રસ્તાને ગ્લો ટનલથી સજાવવામાં આવી છે. જ્યાં 15 નવેમ્બર સુધી એકતા પ્રકાશ પર્વ ભારતમાં પહેલીવાર ઉજવવામાં આવી રહી છે હાલ દિવાળી વેકેશન હોવાથી આ એકતા પ્રકાશ પર્વનો લાઇટિંગનો અદભુત નજારો જોવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં મૂકી રહ્યા છે. અહીં ગ્લો ગાર્ડન, ગ્લો ટનલ અને આજુબાજુના સાડા સાત કિલોમીટર વિસ્તારને લાઇટિંગ ડેકોરેશન રોશનીથી શણગારવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. ટેન્ટન્સિટી ખાતે હોટલોનું બુકિંગ ફુલ થઈ ગયું છે. તો સ્ટેચ્યુ ઓફ યુનિટીના જવાના રસ્તાની આજુબાજુ ની તમામ હોટલોનું અને ટિકિટનું બુકિંગ પણ ફુલ થઈ ગયું છે
2018થી અત્યાર સુધીમાં અઢી કરોડથી વધુ વધુ પ્રવાસીઓ ઉમટી ચુક્યા છે દિવાળીના પર્વમાં રોજના50,000 થી વધુ પ્રવાસીઑ ઉમટી રહ્યા છે. ખાસ કરીને એકતા પ્રકાશ પર્વ ની ઉજવણી ગ્લો ટનલ લાઇટિંગ ડેકોરેશન જોવા પ્રવાસીઑની ભારે ભીડ જામી છે ભાઈબીજ સુધી પ્રવાસીઓ મોટી સંખ્યા માં ઉમટશે.

ઈલ્યુમિનેશન્સ લાઈટિંગ દ્વારા એકતા દ્વારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ૭ કિમીના વિસ્તારમાં લાઈટિંગ પોલ તેમજ ગેન્ટ્રી મોટિફ, વિવિધ સરકારી યોજનાઓ અને એકતા નગરના પર્યટન સ્થળોને પ્રદર્શિત કરતા અદભૂત લાઈટિંગ સાથે સાથે મુખ્ય રોડ પર આવેલા તમામ ઈમારતો અને વૃક્ષોને પણ લાઈટિંગ દ્વારા સુશોભિત કરવામાં આવ્યા છે. અને રાતનો નજારો અદભૂત રીતે માણી શકે છે.મુખ્ય રસ્તાથી વેલી ઓફ ફ્લાવર જવાના ૫૩૦ મીટર લંબાઈના માર્ગને ૧૩ અલગ-અલગ ભાગમાં થીમ આધારિત સિલીંગ લાઈટ, વિવિધ પ્રકારના લાઈટિંગ આર્ટિકલ્સ અને ઓપરેશન સિંધૂર, ઈસરો જેવા અનેક થીમ આધારિત સેલ્ફી પોઈન્ટ/ફોટો બૂથ લગાવાયા છે. આ વિસ્તારમાં પક્ષીઓ-પ્રાણીઓ, વિવિધ ચિત્રકલાઓ, વૃક્ષો અને પુષ્પોની આકૃતિઓ, ધાર્મિક ચક્રો તેમજ યંત્રો, અંતરિક્ષ અને સુર્યમંડળના ગ્રહોની થીમ આધારિત લાઈટિંગ આર્ટિકલ્સ લગાવી ખાસ ડિઝાઈન કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત વેલી ઓફ ફ્લાવરથી મુખ્ય માર્ગ સુધી જતા ૧૪૦ મીટર લંબાઈના વૉક-વેને ૭ અલગ-અલગ ભાગમાં થીમ આધારિત ગ્લો ટનલમાં પરિવર્તિત કરવામાં આવ્યું છે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, જંગલ સફારી, કેક્ટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા, વિવિધ ધાર્મિક સ્થળો તેમજ અંતરિક્ષ જેવી થીમ જોવા મળે છે.
REPOTER :દીપક જગતાપ, રાજપીપલા

