Rashi : 22 ઓક્ટોબર નું રાશિ ભવિષ્ય

0
88
meetarticle

મેષ: આજના દિવસ તમને ઉથલ પાથલમાંથી રાહત મળશે. આર્થિક રીતે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે.તમે ધીરજ અને હિંમતથી કામ કરવાનો પ્રયાસ કરો. વડીલો સાથે થોડો મતભેદ થઈ શકે છે.

વૃષભ : આજના દિવસે નકારાત્મક લોકોથી દૂર રહો. નિર્ણય લેવા માટે સમય સારો નથી.લોન લેવા માટે વિચાર કર્યા બાદ નિર્ણય લો. જે લોકો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે તેમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.

મિથુન: આજના દિવસે કોઈ લાભદાયક સૂચના મળી શકે છે. પ્રભાવશાળી લોકો સાથે સંબંધ વધારે મજબૂત કરો. આજના દિવસે ઉન્નતિના નવા માર્ગ ખુલશે. તમે ધાર્મિક યાત્રા પર પણ જઈ શકો છો.

કર્ક: તમારો લગ્નજીવન મધુર રહેશે. પ્રેમ સંબંધમાં ધ્યાન રાખવાની જરૂર છે. તમારું કોઈ પણ કામ સમયસર પૂર્ણ નહીં થાય તેથી તમે તણાવમાં રહેશો.

સિંહ: આજનો દિવસ નવી યોજના શરૂ કરવા માટે સારો છે. મહેનત પ્રમાણે સારા પરિણામ મળશે. તમારી ઉર્જાનો ઉપયોગ યોગ્ય કાર્યોમાં કરો. દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે.

કન્યા: આજનો દિવસ તમારા પક્ષમાં છે. પારિવારિક કલહ દૂર થશે. સ્વભાવ સરળ અને મધુર બનાવો.
આજનો દિવસ તમારા માટે પ્રગતિના માર્ગ પર આગળ વધવાનો રહેશે. તમારે કોઈપણ કાર્યમાં થોડું વિચારીને આગળ વધવું પડશે.

તુલા: આજનો દિવસ પ્રોપર્ટી સંબંધિત કામ માટે સારો સમય છે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાના યોગ છે.
આજનો દિવસ તમારા માટે સંપત્તિ અને સમૃદ્ધિમાં વધારો લાવશે. તમારા ગુસ્સાવાળા સ્વભાવને કારણે તમે થોડા પરેશાન રહેશો.

વૃશ્ચિક : આજનો દિવસ તમારા માટે મુશ્કેલીઓથી ભરેલો રહેશે. તમારી માતા સાથે ઝઘડો થવાની શક્યતા છે. તમારે કોઈપણ સાથે ખૂબ જ કાળજીપૂર્વક વ્યવહાર કરવો જોઈએ.

ધનુ: આજનો દિવસ તમારા માટે ખૂબ જ મજાનો રહેશે. તમારા કામ માટે બીજા કોઈ પર નિર્ભર ન રહો. વિદ્યાર્થીઓને અભ્યાસમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

મકર: આજે તમારી આસપાસનું વાતાવરણ ખુશનુમા રહેશે કારણ કે તમારા બાળકને કોઈ પરીક્ષામાં સારા પરિણામ મળશે.

કુંભ: આજનો દિવસ તમારા માટે પ્રગતિના માર્ગ પર આગળ વધવાનો રહેશે. તમે તમારા કાર્યને લઈને સંપૂર્ણ મહેનત સાથે આગળ વધશો.

મીન: આજનો દિવસ તમારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો રહેશે. તમે કાર્યસ્થળ પર કંઈક નવું વિચારશો, જે તમને ખુશી આપશે. તમારા બાળકો તમારી અપેક્ષાઓ પર ખરા ઉતરશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here