સુરેન્દ્રનગર એ-ડિવિઝન પોલીસ મથક સહિતના વિસ્તારોમાં પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલા શખ્સ સલીમ સુલેમાનભાઈ મોવર (ઉ.વ.૪૮, રહે. સુરેન્દ્રનગર) છેલ્લા ઘણા સમયથી ઇંગ્લિશ દારૃનું કટિંગ અને વેચાણ કરતો હતો. તેમજ અગાઉ એસએમસી દ્વારા પણ રેઇડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

ત્યારે પ્રોહીબિશનના કુખ્યાત શખ્સ સલીમ મોવર વિરુદ્ધ એલસીબી પોલીસે પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલતા તેમના દ્વારા પાસા વોરંટ ઇસ્યૂ કરતા સલીમ મોવરને પાસા હેઠળ અટક કરી ભુજની પાલારા જેલ હવાલે કરી કાર્યવાહી હાથ ધરી છે.

