BOLLYWOOD : આલિયા અને દીપિકાની દોસ્તી જોઈને ચાહકો દંગ રહી ગયા

0
49
meetarticle

આલિયા ભટ્ટ અને દીપિકા પદુકોણ તાજેતરમાં સાથે પિકલ બોલ રમ્યાં હતાં. બંને એકબીજાને બહુ પ્રેમપૂર્વક રીતે  ભેટીને તથા ફલાઈંગ કિસ આપીને છૂટાં પડયાં હતાં. તેમની આ દોસ્તી જોઈ બંનેના ચાહકો પણ નવાઈ પામી ગયા છે. 

આલિયા અને દીપિકા રેકેટ લઈને બહાર નીકળી તેમની કારમાં રવાના થતાં હોય અને તે પહેલાં એકમેકને પ્રેમપૂર્વક મળતાં હોય તેવા વીડિયો વાયરલ થયા છે. તેના પર ચાહકો ભાત ભાતની કોમેન્ટ કરી રહ્યા છે. 

બોલીવૂડમાં સામાન્ય રીતે એવું મનાતું રહ્યું છે કે આલિયા અને દીપિકા વચ્ચે હુંસાતુંસી ચાલે છે. સારા પ્રોજેક્ટસ મેળવવાની બાબતમાં બંને વચ્ચે સ્પર્ધા રહેતી હોય છે. આલિયા અને દીપિકાના ચાહકો સામસામી છાવણી રચી હંમેશાં ઓનલાઈન ઝઘડતા રહેતા હોય છે. ત્યારે બંને અભિનેત્રીઓ વચ્ચે યારી દોસ્તીનાં દ્રશ્યો જોઈ બંનેના ચાહકો અવાક રહી ગયા હતા. 

ઉલ્લેખનીય છે કે આલિયાના પતિ રણબીર અને દીપિકા અગાઉ  બે વર્ષ સુધી રિલેશનશિપમાં રહી ચૂક્યાં છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here