GUJARAT : ભાવનગરમાં નિયમ માત્ર કાગળ પર, મોડીરાત સુધી ફટાકડા ફૂટયાં

0
51
meetarticle

તંત્ર દ્વારા જુદા જુદા નિયમ બહાર પાડવામાં આવતા હોય છે પરંતુ કેટલાક નિયમ તો માત્ર કાગળ પર જ જોવા મળતા હોય છે અને તેનો કડક અમલ થતો નથી તેથી લોકોને રાહત થતી હોય છે, આવુ જ દિવાળી પર્વમાં જોવા મળ્યુ હતું. દિવાળી પર્વમાં માત્ર બે કલાક ફટાકડા ફોડવાનો નિયમ હોય છે છતા લોકોએ નિયમનો ભંગ કરી મોડીરાત સુધી ફટાકડા ફોડયા હતાં.
ભાવનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે સોમવારે દિવાળી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. દિવાળી પર્વમાં રાત્રીના ૮ થી ૧૦ કલાક સુધી એટલે કે માત્ર બે કલાક ફટાકડા ફોડવા માટેનો નિયમ હોય છે અને આ નિયમનો ભંગ કરનાર સામે પગલા લેવામાં આવતા હોય છે. આ નિયમ માત્ર કાગળ પર હોય તેમ લોકોએ ખુલ્લેઆમ નિયમનો ભંગ કર્યો હતો અને રાત્રીના ૧ કલાક સુધી ફટાકડા ફોડી દિવાળી પર્વની ઉજવણી કરી હતી.

દિવાળી પર્વમાં લોકોએ ખુબ જ ફટાકડા ફોડયા હતા પરંતુ સરકારી તંત્રએ નિયમનો ભંગ છતા કોઈ પગલા લીધા ન હોવાનુ ચર્ચાય રહ્યુ છે તેથી લોકોને રાહત થઈ હતી. રોડ પર પણ લોકોએ ફટાકડા ફોડયા હતા અને મોડીરાત્ર સુધી ફટાકડાના અવાજ આવતા હતા છતા સરકારી તંત્રએ દિવાળી પર્વના પગલે આંખ આડા કાન કર્યા હોવાનુ ચર્ચાય રહ્યુ છે.

ઘણા લોકોએ હજુ ફટાકડાનો સ્ટોક રાખ્યો છે અને આજે મંગળવારે પણ ઘણા લોકો ફટાકડા ફોડી આનંદ માણશે તેમ જણાય રહ્યુ છે.

સાયલન્ટ ઝોન પાસે પણ ફટાકડા ફોડતા રોષ

ભાવનગર શહેર અને જિલ્લામાં સાયલન્ટ ઝોન પાસે ફટાકડા નહિં ફોડવા માટે જાહેરનામુ હોય છે, જેમાં હોસ્પિટલ, નસગહોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, સિનેમાગૃહ, નાટકગૃહ તથા ધામક સ્થળોની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારને સાયલન્ટ ઝોન તરીકે ગણવામાં આવે છે અને ત્યાં કોઇપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહિં તેમ જણાવવામાં આવ્યુ હતુ પરંતુ તેમ છતા સાયલન્ટ ઝોન નજીક પણ ફટાકડા ફૂટતા દર્દી સહિતના લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here