GUJARAT : વલ્લભીપુર-ઉમરાળા હાઈવે પર કાર અને બાઈક અથડાતાં યુવાનનું મોત

0
57
meetarticle

 વલ્લભીપુર ઉમરાળા હાઈવે પર આવેલા રામપરા નજીક બાઇક અને કાર અથડાતા યુવાનનું મોત નિપજ્યું હતું 

વલભીપુરના પાટીવાડા વિસ્તારમાં રહેતા સુનિલભાઈ રાજુભાઈ દોદડિયા અને બીપીનભાઈ મોહનભાઈ ડાભી મોટરસાયકલ લઈને કામ અર્થે ઉમરાળા જઈ રહ્યા હતા તે દરમિયાન વલ્લભીપુર ઉમરાળા હાઈવે રોડ પર આવેલા રામપરા ગામ નજીક કાર નંબર જીજે ૦૫ જેકે ૧૬૮૫ ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી બાઈક સાથે અથડાવી દેતા બંને ઇજા થતા સુનિલ ભાઈનું સ્થળ પર મોત નિપજ્યું હતું.આ બનાવ સંદર્ભે મૃતકના ભાઈએ કાર ચાલક વિરૂધ્ધ વલ્લભીપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here