NATIONAL : ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં જ બાખડ્યા મહંત અને પૂજારી, એકબીજા પર લગાવ્યા ગંભીર આરોપ

0
43
meetarticle

ઉજ્જૈનમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં જ પૂજારી અને મહંત બાખડી પડ્યા હતા. જે બાદ વિવાદ એટલો વધ્યો કે મંદિર ટ્રસ્ટે હસ્તક્ષેપ કરવો પડ્યો. 22મી ઑક્ટોબરે મહંત મહાવીરનાથ અને મહંત શંકરનાથ મહાકાલેશ્વર મંદિરમાં દર્શન કરવા ગયા. ત્યાં ઉપસ્થિત પંડિત મહેશ શર્માએ વસ્ત્રો અને પાઘડીને લઈને વાંધો ઉઠાવ્યો, જે બાદ બંને પક્ષો વચ્ચે ગર્ભગૃહમાં જ ઝઘડો થયો હતો.

અપશબ્દો બોલવાનો આરોપ

મહંત મહાવીરનાથનો આરોપ છે, કે ‘મહેશ પૂજારી ત્યાં જળ અર્પણ રકી રહ્યા હતા, તે ત્યાંનાં કોઈ પૂજારી નથી. તેમણે અમારા મહારાજજી, જે હાર્ટ અટેકના દર્દી છે તેમની પાઘડી અને વસ્ત્રો ઉતરાવ્યા. અમે સાધુ સંત છીએ, દર્શન કરી પાછા આવી જઈએ છે. મહેશ પૂજારીના ચાર-પાંચ માણસો ગાળાગાળી કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે જે પૈસા નહીં આપે તેમનું જળ નહીં ચડાવી અને પૂજા નહીં કરીએ.

પૂજારીએ શું કહ્યું? 

બીજી તરફ મહેશ શર્માનું કહેવું છે કે, ‘અન્ય સંતો મર્યાદાનું પાલન કરે છે પરંતુ અમુક લોકો જે મહામંડલેશ્વર કે આચાર્ય નથી છતાં પૂજારીઓ પર દબાણ કરી ગર્ભગૃહમાં ઘૂસી જાય છે. ભગવાન મહાકાલ અમારા રાજા છે, તેમની અમે કોઈ વ્યક્તિ કેપ, સાફો અને પાઘડી બાંધીને નથી આવતી. મંદિર ટ્રસ્ટનો આ નિર્ણય છે કે ગર્ભગૃહમાં જે કોઈ પણ આવશે તેણે કુર્તા વગેરે વસ્ત્રો કાઢવા પડશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here