સેલિબ્રિટીના બોડીગાર્ડ્સ કોઈપણ ચાહકો કે ટ્રોલને નજીક આવવા દેતા નથી. તેઓ ખૂબ જ કડક સિક્યુરિટી વ્યવસ્થા જાળવે છે, કારણ કે સ્ટાર્સને સુરક્ષિત રાખવાની જવાબદારી તેમની પાસે હોય છે.આમાનું જ એક નામ રવિ સિંહ છે, જે બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનો બોડીગાર્ડ. તેઓ એ વાતનું ધ્યાન રાખે છે કે, સુપરસ્ટારને કોઈપણ પબ્લિક પ્લેસ પર કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. રવિ સિંહને દરેક પ્રસંગે શાહરૂખના પડછાયાની જેમ તેમની સાથે જોવા મળે છે, તે માત્ર માત્ર શાહરૂખ સાથે જ નહીં, પરંતુ તેના પરિવાર સાથે પણ જોવા મળે છે.

રવિ સિંહનો પગાર 2.7 કરોડ રુપિયારવિ સિંહ આશરે 10 વર્ષથી શાહરૂખ અને તેના પરિવારનું રક્ષણ કરી રહ્યા છે. ફિલ્મનું પ્રમોશન હોય, બર્થડે પાર્ટી હોય કે કોઈ નાની – મોટી ઈવેન્ટ હોય, રવિ હંમેશા શાહરૂખની નજીક રહે છે. એક રિપોર્ટ પ્રમાણે રવિ સિંહ હાલમાં બોલિવૂડમાં સૌથી વધુ કમાણી કરતા બોડીગાર્ડ્સ છે. તેમજ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાહરૂખ ખાન તેને ₹2.7 કરોડનો વાર્ષિક પગાર આપે છે.
રવિ સિંહના લગ્નની વાત કરીએ તો તેના લગ્નને 22 વર્ષ પૂરા થયા છે. તેમને બે પુત્રો, આશિષ અને પીયૂષ અને તેમની પત્નીનું નામ સુધા છે. તેઓ ઘણીવાર તેમની પત્ની અને બાળકો સાથેના ફોટા અપલોડ કરે છે.
