NATIONAL : સેન્ટ્રલ બૅન્કો આખરે કેમ આટલું સોનું ખરીદી રહી છે? પહેલા તો આવું કયારેય જોવા નથી મળ્યું

0
39
meetarticle

સોનું એક એવી ધાતુ છે જેને દરેક વ્યક્તિ ખરીદવા માગે છે. ઘરેણાં બનાવવાથી લઈને સુરક્ષિત રોકાણ સુધી, સોનું એક શાનદાર વિકલ્પ તરીકે કામ કરે છે. તાજેતરના વર્ષોમાં સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે, માત્ર એક જ વર્ષમાં 55થી 65% રિટર્ન મળી ચૂક્યું છે. વિશ્વભરની સેન્ટ્રલ બૅન્કો પણ તેની ભારે ખરીદી કરી રહી છે. તેઓ ચૂપચાપ પોતાના સોનાના ભંડારમાં ઝડપી ગતિએ વધારો કરી રહ્યા છે, પરંતુ સવાલ એ થાય છે કે સેન્ટ્રલ બૅન્કો આખરે કેમ આટલું સોનું ખરીદી રહી છે?

સેન્ટ્રલ બૅન્કો દ્વારા 2025માં સામૂહિક રીતે લગભગ 900 ટન સોનું ખરીદવાની અપેક્ષા છે, જે સરેરાશથી વધુ ખરીદીનું સતત ચોથું વર્ષ છે. પહેલા આવું કયારેય જોવા નથી મળ્યું. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના સેન્ટ્રલ બૅન્ક ગોલ્ડ રિઝર્વ સર્વે 2025માં એક ચોંકાવનારી વાત સામે આવી છે. તે પ્રમાણે 76% સેન્ટ્રલ બૅન્કોને આશા છે કે, હવેથી પાંચ વર્ષ પછી તેમની પાસે સોનાનો વધુ હિસ્સો હશે, જ્યારે 73%ને અપેક્ષા છે કે ગ્લોબલ ભંડારમાં યુએસ ડૉલરનો હિસ્સો ઘટશે.તેનો સ્પષ્ટ અર્થ એ છે કે સેન્ટ્રલ બૅન્કો ડૉલરને ઘટાડીને સોનાની ખરીદી વધારી રહી છે. હવે સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે, શું ડૉલરનું વર્ચસ્વ ઘટી રહ્યું છે અને શું સોનું વધુ મહત્ત્વનું બનશે? ચાલો નિષ્ણાતો પાસેથી સમજીએ કે ગોલ્ડ અને ડૉલરનું ચક્કર શું છે?

એક રિપોર્ટમાં ઈકોનોમિસ્ટે જણાવ્યું કે, ગ્લોબલ ઈકોનોમી હાલમાં 2% કરતાં પણ ઓછી રફ્તારે ગ્રો કરી રહી છે અને ફુગાવો ચરમસીમા પર છે. આ માહોલમાં દેશ સુરક્ષિત સંપત્તિ તરફ વધી રહ્યા છે. બીજી તરફ સેન્ટ્રલ બૅન્ક ડૉલર અથવા ફિયાટ સંપત્તિમાં વિશ્વાસ ઘટે તો તે કોઈ ઠોસ ઉપાયની તલાશ કરે છે.

બોન્ડ્સ અથવા કરન્સીથી વિપરીત સોનામાં કોઈ પ્રતિપક્ષીય જોખમ નથી. આનો અર્થ એ છે કે તે ડિફોલ્ટ નથી થઈ શકતું, ફુગાવાથી પ્રભાવિત થઈ શકતું નથી અથવા પ્રતિબંધોથી સ્થિર નથી થઈ શકતું. આ જ કારણ છે કે સેન્ટ્રલ બૅન્કો સોનાના ભંડારમાં વધારો કરી રહી છે.

સેન્ટ્રલ બૅન્કો આખરે કેમ આટલું સોનું ખરીદી રહી છે?

ઈન્ફોર્મિક્સ રેટિંગ્સના મુખ્ય અર્થશાસ્ત્રી મનોરંજન શર્માએ જણાવ્યું કે, ‘સેન્ટ્રલ બૅન્કો દ્વારા સોનાના ભંડારમાં વધારો પરંપરાગત સલામત હેતુઓથી ઘણુ વધારે છે. સોનું રાખવાથી પ્રતિબંધોથી સુરક્ષા મળે છે, પોલિસીને લઈને વિશ્વાસ વધે છે, નાણાકીય સ્થિરતા વધે છે અને વધતી જતી નાણાકીય વ્યવસ્થામાં સ્વતંત્ર પોલિસી માટે સુગમતા મળે છે.’શર્માએ જણાવ્યું કે, ‘સોનું નાણાકીય દમનની અનિશ્ચિતતાઓ અને ઊભરતા ડિજિટલ ચલણની અનિશ્ચિતતાઓ સામે સુરક્ષા તરીકે પણ કામ કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો,આ એક ઇરાદાપૂર્વકનું માળખાકીય પગલું છે, સોનાની આટલી ખરીદી કોઈ ટૂંકા ગાળાના સંકટને લઈને બચાવ નથી.’

ડૉલરનું વર્ચસ્વ ખતમ થઈ રહ્યું? 

IMFના COFER ડેટાબેઝ પ્રમાણે યુએસ ડૉલર હજુ પણ કુલ વૈશ્વિક ભંડારના લગભગ 58% હિસ્સો ધરાવે છે, પરંતુ આ હિસ્સો સતત ઘટી રહ્યો છે. ડૉલરના વર્ચસ્વને આર્થિક પરિબળોની સાથએ-સાથે રાજકીય પરિબળો દ્વારા પણ પડકાર મળી રહ્યો છે. રશિયા પર લાદવામાં આવેલા તાજેતરના નાણાકીય પ્રતિબંધો અને અન્ય દેશો સામે સમાન પગલાં લેવાની ધમકીના કારણે ઘણી સરકારો મોટી માત્રામાં યુએસ સંપત્તિ રાખવા અંગે ચિંતિત થઈ ગઈ છે.

તેનાથી વિપરીત સોનાને સ્થાનિક સ્તરે સ્ટોર કરી શકાય છે, વૈશ્વિક સ્તરે વેપાર કરી શકાય છે, અને તે કોઈ એક દેશની નીતિઓ સાથે બંધાયેલું નથી. આ ઊભરતી બજાર અર્થવ્યવસ્થા માટે આકર્ષક છે, જે પોતાને પશ્ચિમી શક્તિઓથી અલગ રાખવા માગે છે.

ચીન શું કરી રહ્યું?

પીપુલ્સ બૅન્ક ઑફ ચાઇના તાજેતરના વર્ષોમાં સોનાના સૌથી આક્રમક ખરીદદારોમાંથી એક રહી છે, જેણે 2025ના મધ્ય સુધી સતત 18 મહિના સુધી પોતાના ભંડારમાં સોનું જોડ્યું છે. અર્થશાસ્ત્રીઓ ચીનની સોનાની ખરીદીને સંભવિત યુએસ પ્રતિબંધો સામે રક્ષણ અને BRICS+ બ્લોકમાં નોન-ડૉલર વેપારને ટેકો આપવા માટે એક વ્યાપક વ્યૂહરચનાનો ભાગ ગણાવે છે.

આ ખરીદીની શું થશે અસર?

શર્માએ કહ્યું કે, આ સતત સત્તાવાર ખરીદીએ વૈશ્વિક વ્યાજ દરમાં વધારો છતાં સોનાના ભાવમાં એક માળખાગત ઘટાડો ઊભો કર્યો છે. સેન્ટ્રલ બૅન્કની ખરીદી સોનાને એક વિશ્વસનીય લાંબા ગાળાની સંપત્તિ તરીકે સ્થાપિત કરે છે, જેનાથી સંસ્થાકીય અને છૂટક રોકાણકારો બંને ETF, ખાણકામ ઈક્વિટી અને સોવરેન ગોલ્ડ બૉન્ડના માધ્યમથી રોકાણમાં વધારો કરવા પ્રેરાય છે.

સેન્ટ્રલ બૅન્કોની ખરીદીથી માત્ર કિંમત જ નથી વધી રહી પરંતુ ફુગાવાની અસ્થિરતા, ડિજિટલ કરન્સીનો વિકાસ અને તીવ્ર ભૂરાજકીય સ્પર્ધા આ નવા યુગમાં સોનાને નાણાકીય સાર્વભૌમત્ત્વના મુખ્ય સ્તંભ તરીકે પુનઃસ્થાપિત કરી રહી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here