GUJARAT : “માનસ રામયાત્રા”નો બીજો મુકામ અગત્સ્ય મુનિ આશ્રમ સાલેહામા સંપન્ન

0
56
meetarticle


મોરારીબાપુ ના વ્યાસસ્થાને ભગવાન શ્રીરામના વન ગમનની યાત્રાના પગલે પગલે કથા યોજાયેલી છે આ કથા 966 ની કથા માનસ રામયાત્રાના શિર્ષકથી યોજાઈ રહી છે અને એના બીજા મુકામ ઉપર અત્રિ મુની તપસ્થલી પછી હવે બે તા.26 ઓક્ટોબરના રોજ મધ્યપ્રદેશના સાલેહા પાસેના અગત્યની આશ્રમમાં યોજાય હતી. સિધ્ધનાથ મહાદેવનું અતિ પવિત્ર અને પ્રાચીન મંદિર પણ છે.


પુ.મોરારિબાપુએ આજની કથામાં કહ્યું હતું કે માનસમાં ત્રણ ઋષિઓ શરભંગ ઋષિ,સુતેક્ષ્યુ અને અગત્સ્ય ઋષિનો સાક્ષાત્કાર ભુષંડીજી મહારાજ થયો હતો. શરભંગ ઋષિ યોગી છે સુતેક્ષ્યુ મહારાજ પ્રેમી છે અને અગત્સ્ય ઋષિ મંત્ર સિદ્ધ મહાપુરુષ છે. વિરાધ અસુરની વાત આવે છે તે આજ સુધી અસુર સંપદા છે. તે એક એવો અસુર છે જે બધાથી વિરોધ કરે છે. નિરોધ ત્યારે માણસ કરે જ્યારે કોઈની પ્રગતિ સહિત ન બની શકે પછી તે તેનું ક્ષેત્ર ગમે તે હોય જેને બોધ થાય તેને વિરોધ ન થાય જેને જાગૃતિ છે એ કોનાથી વિરોધ કરે!? પ્રત્યેકને કર્મનો ફળ મળે છે પણ જેની પાસે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું છે તેને કોઈનો વિરોધ નથી.આપણે રીલમાંથી નીકળીને રિયલમાં આવવું જોઈએ. કોઈપણ વ્યક્તિ એક મેકનો સ્વભાવ સ્વીકારતા શીખે તો જરૂર સહજીવન આનંદદાયી બને. ગુરુચરણને પ્રેમ કરો. સત્યનું નિર્માણ થાય એટલું જ કરવાનું રાખો.આજની કથા બાપુએ ત્રિઋષિઓને અર્પણ કરી હતી.


સાલેહા અને આસપાસના વિસ્તારોના સ્થાનિક લોકો ખૂબ મોટી સંખ્યામાં લોકો કથામાં ઉપસ્થિત રહ્યા હતા.સ્થાનિક યુવાન શ્રી વિનોદકુમારના જણાવ્યાં મુજબ આટલો મોટો ઉત્સવ છેલ્લાં ઘણાં વર્ષથી અહીં ખાનગી રીતે કોઈ વ્યક્તિએ કર્યો નથી જે પુ.મોરારિબાપુએ કર્યો છે. કથા દરમિયાન સ્થાનિક વંચિત લોકો મેળા જેવા માહોલમાં મહાલતા જોવા મળ્યાં હતાં. બધાએ પ્રભુ પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી હતી.હવે પછીનો ત્રીજો મુકામ કથાનો નાસિક મહારાષ્ટ્રના પંચવટીમાં છે.સ્થાનિક વિધાયક શ્રી રાજેશ વર્માએ પણ હાજરી આપી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here