બુલંદશહેર જિલ્લાના સૂરજપુર ટિકરી ગામમાં, દીપુ સૈની નામનો યુવાન 13 વર્ષ પછી જીવતો ઘરે પાછો ફર્યો છે. સાપ કરડતા પરિવારે મૃત માનીને ફેંકી દીધો હતો ગંગા નદીમાં.યુપીના બુલંદશહેરના સૂરજપુર ટીકરી ગામમાં 13 વર્ષ બાદ એક યુવક હેમ ખેમ ઘરે પરત ફર્યો છે. જેને જોઇને પરિવારમાં આનંદની લાગણી ફરી વળી. કારણ કે પરિવાર માનતો હતો કે દીકરો તો મરી ગયો છે અને તેને ગંગા નદીમાં વહાવી દીધો હતો. ત્યારે આવો જાણીએ એવુ શું થયુ કે મૃત દીકરો પરત આવ્યો.વાત એમ છે કે દીપુ સૈની નામનો એક યુવક છે કે જેને 13 વર્ષ પહેલા સાપ કરડ્યો હતો. સાપ કરડ્યા બાદ પરિવારે તેને મૃત માની લીધો હતો. આ ઘટના બુલંદશહેરના ઔરંગાબાદના સૂરજપુર ટિકરી ગામની છે. દીપૂને સાપ કરડ્યો હતો અને પરિવારે માન્યુ કે તે મરી ગયો છે. આથી ગામના રિવાજ મુજબ તેમણે તેને મૃત સમજીને ગંગામાં વહાવી દીધો હતો.

દીપુના પિતા સુખપાલ સૈનીએ જણાવ્યું હતું કે સારવાર બાદ બધાએ તેને મૃત જાહેર કર્યો હતો. ગામની મહિલાઓ અને દીપુની માતા સુમન દેવી માનતા હતા કે સર્પદંશ ફરી જીવિત થઈ શકે છે. આ દરમિયાન મદારીએ દીપુને ગંગા નદીના કિનારે શોધી કાઢ્યો અને તેને હરિયાણાના પલવલમાં એક બંગાળી બાબાના આશ્રમમાં લઈ ગયા. તેઓ તેને સારવાર માટે બંગાળ પણ લઈ ગયા જ્યાં તાંત્રિક વિધિઓ દ્વારા તેની સારવાર કરવામાં આવી.
દીપુ 6-7 વર્ષ બંગાળમાં રહ્યો અને પછી પલવલ પાછો ફર્યો. દીપુના પરિવારને ખબર પડી કે સર્પદંશથી મૃત્યુ પામેલા લોકોની સારવાર પલવલમાં કરવામાં આવે છે. તેઓએ તેની શોધ કરી અને એક વર્ષ પહેલા પલવલ પહોંચ્યા, જ્યાં તેમને દીપુ મળ્યો. સંતોએ તેના કાન પાછળના નિશાન દ્વારા તેની ઓળખની પુષ્ટિ કરી. દીપુએ તેના માતાપિતાને પણ ઓળખી કાઢ્યા. 25 ઓક્ટોબરના રોજ પલવલના સંતો અને ઋષિઓ દીપુને બુલંદશહેરના સૂરજપુર ટિકરી ગામમાં લઈ ગયા અને તેને તેના પરિવારને સોંપી દીધો.
દીપુના જીવતા પાછા ફરવાના સમાચાર આ વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યા છે. કેટલાક લોકો તેને માને છે જ્યારે કેટલાક લોકો તેને અંધશ્રદ્ધા માને છે. દીપુ સૈનીએ કહ્યું કે મને 14 વર્ષ પહેલા સાપે કરડ્યો હતો. હવે હું મારા પરિવાર સાથે પાછો આવી ગયો છું. મારી સારવાર પલવલમાં કરવામાં આવી હતી. મને મારા પરિવાર સાથે ગામમાં પાછા આવીને ખૂબ સારું લાગે છે.

