ટીવી જગતના લોકપ્રિય કપલ્સમાં માહી વિજ અને જય ભાનુશાલીનું નામ સૌથી આગળ આવે છે. તેમનો પ્રેમ અને લગ્ન જીવન અનેક લોકો માટે પ્રેરણાદાયક છે, પરંતુ હાલમાં આવી રહી છે સમાચાર કે 14 વર્ષના લગ્ન પછી કપલ અલગ થવાના છે.ટીવી ઇન્ડસ્ટ્રીમાં ફરી એકવાર છૂટાછેડાના સમાચાર સામે આવી રહ્યા છે. રિપોર્ટ મુજબ, ફેમસ કપલ જય ભાનુશાળી અને માહી વિજે માત્ર 14 વર્ષ પછી તેમના સાત જીવનના સંબંધોનો અંત લાવી દીધો છે. આ સમાચારે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. આ યુગલના ફેન્સ ચોંકી ગયા છે. કોઈને વિશ્વાસ નથી થઈ રહ્યો કે આ કપલે તેમના પ્રેમ સંબંધનો અંત કેમ કર્યો.

એક રિપોર્ટ મુજબ, જય ભાનુશાળી અને માહી વિજે તેમના 14 વર્ષના લગ્નજીવનનો કાયમ માટે અંત લાવવાનો નિર્ણય લીધો છે. રિપોર્ટ મુજબ આ કપલે તેમના સંબંધને બચાવવા માટે ખૂબ પ્રયાસ કર્યા હતા, પરંતુ તેઓ નિષ્ફળ ગયા અને આખરે આ કપલે છૂટાછેડા લીધા છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે જય ભાનુશાળી અને માહી વિજ ઘણા સમય પહેલા અલગ થઈ ગયા હતા. તેમણે થોડા મહિના પહેલા છૂટાછેડા માટે અરજી પણ કરી હતી. જુલાઈ-ઓગસ્ટમાં કાગળો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને તેમને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું, અને બાળકોની કસ્ટડી પણ નક્કી કરવામાં આવી હતી. હવે, છૂટાછેડાનું સાચું કારણ બહાર આવ્યું છે.
રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે માહી વિજને ઘણા સમયથી જય ભાનુશાળી સાથે વિશ્વાસઘાતનો મુદ્દો ચાલી રહ્યો છે, અને તેના કારણે બંને વચ્ચે મુશ્કેલી ઊભી થઈ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, એક સમયે તેમના સંયુક્ત વ્લોગ માટે જાણીતા, તેમણે હવે સાથે ફોટા પોસ્ટ કરવાનું બંધ કરી દીધું છે. તેમની છેલ્લી ફેમિલી પોસ્ટ જૂન 2024માં હતી. આ કપલે છેલ્લે ઓગસ્ટમાં તેમની પુત્રી તારાના જન્મદિવસ માટે જાહેરમાં સાથે જોવા મળ્યું હતું. આ કપલે તેમની પુત્રી માટે લાબૂબુ થીમ આધારિત જન્મદિવસની પાર્ટીનું આયોજન કર્યું હતું.
જય અને માહીની મુલાકાત એક ક્લબમાં થઈ હતી, અને જયે કહ્યું હતું કે તેઓ કોઈ સાથે રિલેશનશિપમાં ત્યારે જ જોડાશે જ્યારે તે છોકરી સાથે લગ્ન કરશે. ત્રણ મહિનામાં, માહીએ જયનું જીવન બદલી નાખ્યું. જયે 31 ડિસેમ્બર, 2009ના રોજ તેને પ્રપોઝ કર્યું, અને આ કપલે 2010માં લગ્ન કર્યા હતા. ત્યારબાદ માહીએ તેમની પુત્રી તારાને જન્મ આપ્યો.

