કેન્દ્ર સરકારે વર્ષની શરૂઆતમાં ગ્રેચ્યુટી સીમા વધારી 25 લાખ રૂપિયા કરી હતી. જેનાથી દેશભરના કરોડો લોકોને એક આશા જાગી હતી કે આ મોટા નિર્ણયનો લાભ તમામને મળશે. ભલે તેઓ કોઈ સરકારી યુનિવર્સિટીમાં હોય, બેંકમાં કામ કરતા હોય કે પછી PSUમાં કામ કરતા હોય. જો કે આ મો
કેન્દ્ર સરકારે વર્ષની શરૂઆતમાં ગ્રેચ્યુટી સીમા વધારી 25 લાખ રૂપિયા કરી હતી. જેનાથી દેશભરના કરોડો લોકોને એક આશા જાગી હતી કે આ મોટા નિર્ણયનો લાભ તમામને મળશે. ભલે તેઓ કોઈ સરકારી યુનિવર્સિટીમાં હોય, બેંકમાં કામ કરતા હોય કે પછી PSUમાં કામ કરતા હોય. જો કે આ મોટા નિર્ણય પર સરકારે આખરે સ્પષ્ટીકરણ આપી દીધું છે. જેને ઘણા કર્મચારીઓને એક ઝટકો આપ્યો છે.

સરકારે પોતાના નવા આદેશમાં સ્પષ્ટ કહી દીધું છે કે વધેલી ગ્રેચ્યુટી સીમાનો લાભ કોને મળશે. આ માહિતી એ તમામ લાખો કર્મચારીઓ માટે નિરાશાજનક છે જેઓ સીધી રીતે કેન્દ્રીય સિવિલ સેવાઓનો ભાગ નથી. કેન્દ્ર સરકારે કહ્યું છે કે 25 લાખ રૂપિયા સુધીની મહત્તમગ્રેચ્યુટીનો ફાયદો માત્ર એજ કેન્દ્રીય સરકારી સિવિલ કર્મચારીઓને મળશે જેઓ કેન્દ્રીય સિવિલ સેવા (પેન્શન) નિયમ 2021 અને કેન્દ્રીય સિવિલ સેવા (રાષ્ટ્રીય પેન્શન પ્રણાલી અંતર્ગત ગ્રેચ્યુટીની ચુકવણી) નિયમ 2021 અંતર્ગત આવે છે.
સરકારના સ્પષ્ટીકરણથી કરોડો કર્મચારીઓ આ લાભથી વંચિત રહી જશે. પેન્શન વિભાગે સ્પષ્ટ કહ્યું છે કે તેમના દ્વારા જાહેર કરાયેલા નિયમ કેટલાક સંગઠનો પર લાગુ નથી થતા. જેમાં દેશના મોટા PSUs, તમામ સરકારી અને ગ્રામ્ય બેંક, પોર્ટ ટ્રસ્ટ અને ત્યાં સુધી કે ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBIનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત વિભિન્ન સ્વાયત્ત સંસ્થાઓ, વિશ્વ વિદ્યાલયો, સોસાયટીઓ અને અલગ અલગ રાજ્ય સરકારના કર્મચારીઓનો પણ 25 લાખ રૂપિયાની ગ્રેચ્યુટી સીમાનો લાભ નહીં મળે. સાથે જ વિભાગે એ પણ સલાહ આપી છે કે આ સંસ્થાઓના કર્મચારીઓને ગ્રેચ્યુટી સાથે જોડાયેલા કોઈ પણ સવાલ કે નિયમની જાણકારી માટે સંબંધિત વિભાગ કે મંત્રાલયનો સંપર્ક કરવાનો રહેશે. કારણ કે તેમની ગ્રેચ્યુટી અને સેવા નિયમ કેન્દ્ર સરકારના સિવિલ કર્મચારીઓથી અલગ હોય છે..
30 જુલાઈ 2024ના રોજ સરકારે ગ્રેચ્યુટી સીમાને લઈ એક મોટી જાહેરાત કરી હતી.. જેમાં કેન્દ્રીય કર્મચારીઓની રિટાયરમેન્ટ ગ્રેચ્યુટીની મહત્તમ સીમા 20 લાખ રૂપિયાથી વધારી 25 લાખ રૂપિયા કરી દેવામાં આવી. જેનાથી કરોડો કર્મચારીઓને 25 લાખ રૂપિયાની ગ્રેચ્યુટી સીમાનો લાભ મળવાની આશા જાગી હતી. જેને 1 જાન્યુઆરી 2024થી લાગુ પણ માનવામાં આવી હતી. પરંતુ આ જાહેરાત બાદ ઉઠેલા કેટલાક સવાલોના કારણે સરકારે આખરે સ્પષ્ટીકરણ આપ્યું. અને આ સ્પષ્ટીકરણ લાખો કર્મચારીઓ માટે નિરાશાજનક રહ્યું છે.

